ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીના બાળકો માટે હિતકારી નિર્ણય

  • પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય
  • સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન
  • ડિગ્રી કોર્ષ, પીએચડી સુધીના સ્તર સુધી ઈનામ સહાય મળશે

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીના બાળકો માટે પોલીસ વિભાગ દ્વારા હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 14 ઓક્ટોબરના રોજ મધ્યસ્થ પોલીસ વેલ્ફેર ફંડ મોનિટરિંગ કમિટીની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઈનામ સહાયમાં 25 ટકાનો વધારો કરાયો છે. સમગ્ર મામલે પોલીસ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કર્યું છે.

ડિગ્રી કોર્ષ, પીએચડી સુધીના સ્તર સુધી ઈનામ સહાય મળશે

પોલીસ વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, ગુજરાત પોલીસના સ્ટાફના બાળકોને ધોરણ 6થી લઈને 12, સ્નાતક, અનુસ્નાત, ડિગ્રી કોર્ષ, પીએચડી સુધીના સ્તર સુધી ઈનામ સહાય મળશે. જેના માટે બાળકોને તેના કોર્ષ અનુરૂપ ટકાવારી મેળવવી રહેશે અને તેના આધારે તેઓને સહાય રકમ આપવામાં આવશે. આમાં દીકરી અને દીકરા માટે અલગ-અલગ સહાય રકમની જોગવાઈ કરવામાં આવી છે.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ 10 લાખ રૂપિયાની લોન જોગવાઈ

ગુજરાત પોલીસના સ્ટાફના બાળકોને દેશમાં કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ 10 લાખ રૂપિયાની લોન જોગવાઈ છે. જેમાં દેશમાં અભ્યાસ માટે રૂ.10 લાખ અને વિદેશમાં અભ્યાસ માટે રૂ.15 લાખની લોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જુનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Back to top button