‘બહુ ખરાબ રીતે માર માર્યો, કેરોસીન છાંટીને આગ લગાવી…’ બાંગ્લાદેશમાં બર્બરતાનો ભોગ બનેલા દીપુની આપવીતી

નવી દિલ્હી: 20 ડિસેમ્બર, 2025: ભારત વિરોધી કટ્ટરપંથી નેતા હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. આ અરાજકતા વચ્ચે ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓએ માનવતાને શરમાવી દીધી છે. મયમનસિંઘમાં એક હિન્દુ યુવકની જે રીતે કરપીણ હત્યા કરવામાં આવી, તે સાંભળીને કોઈ પણ પથ્થર હૃદયના માણસના રુંવાડા ઊભા થઈ જાય તેમ છે.
દીપુ ચંદ્ર દાસ: બર્બરતાનો શિકાર
મયમનસિંહની એક કાપડ ફેક્ટરીમાં કામ કરતા દીપુ ચંદ્ર દાસ પર ‘ઇસ્લામનું અપમાન’ કરવાનો પાયાવિહોણો આરોપ મૂકીને ભીડે તેને ઢોર માર માર્યો હતો. દીપુની હત્યા કર્યા પછી પણ કટ્ટરપંથીઓની હેવાનીયત શાંત ન થઈ. તેના મૃતદેહને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો અને કેરોસીન છાંટીને સળગાવી દેવામાં આવ્યો. આ બર્બરતા જોઈને ત્યાં હાજર ડઝનબંધ લોકો જશ્ન મનાવી રહ્યા હતા.
પિતાની વેદના
દીપુના પિતા રવિલાલ દાસે જણાવ્યું કે, “અમને ફેસબુક દ્વારા ખબર પડી કે દીપુને માર મારવામાં આવ્યો છે. અડધા કલાક પછી મારા કાકાએ આવીને કહ્યું કે, કટ્ટરપંથીઓ તેને લઈ ગયા છે અને ઝાડ સાથે બાંધી સળગાવી દીધો છે. તેનું સળગેલું શરીર બહાર છોડી દેવામાં આવ્યું હતું. આ જોવું અસહ્ય હતું.”
આતંકવાદી સંગઠનોનું વધતું વર્ચસ્વ
શેખ હસીના સરકારના પૂર્વ મંત્રી મોહમ્મદ અલી અરાફાતે ગંભીર આક્ષેપ કર્યો છે કે, બાંગ્લાદેશના રસ્તાઓ પર હવે જેહાદી અને કટ્ટરપંથી તત્ત્વોનો કબજો છે.
અલ-કાયદા સાથે લિંક
અરાફાતના જણાવ્યા મુજબ, યુનુસ સરકાર હેઠળ જેલમાંથી મુક્ત થયેલા જસીમુદ્દીન રહેમાની (અલ-કાયદા સાથે જોડાયેલા અંસારુલ્લા બાંગ્લા ટીમનો ચીફ) જેવા નેતાઓ હવે ખુલ્લેઆમ ઉશ્કેરણીજનક ભાષણો આપી રહ્યા છે. ધાનમંડી 32 (શેખ મુજીબુર રહેમાનનું નિવાસસ્થાન) પાસે હુમલો કરનાર ભીડના હાથમાં ISISના ઝંડા જોવા મળ્યા હતા. આરોપ છે કે, વર્તમાન સરકાર આ હિંસા રોકવાને બદલે તેને પ્રોત્સાહન આપી રહી છે.
ભારતની તીખી પ્રતિક્રિયા
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારના ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
કોંગ્રેસ નેતાના આક્ષેપ
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ ઘટનાને “અત્યંત ચિંતાજનક” ગણાવી છે અને કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.
શશી થરૂરની પ્રતિક્રિયા
પૂર્વ રાજદ્વારી અને સાંસદ શશી થરૂરે પણ બાંગ્લાદેશની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે અને આ હિંસાની નિંદા કરી છે.
આ પણ વાંચોઃ કાશ્મીરમાં હિમવર્ષા જોવાનો કરી રહ્યા છો પ્લાન? જાણો સરકારની નવી એડવાઇઝરી, નહીંતર થશે કડક કાર્યવાહી
આ પણ વાંચોઃ 5 લાખની FD થી તમે દર મહિને કેટલી કમાણી કરી શકો છો? જાણો ગણતરીઓ અને નિયમો












