ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : ડીસાના વાસણામાં રોડ ઉપર ચાલુ બાઈક સળગી


પાલનપુર :ડીસા તાલુકાના વાસણા ગામના યુવાન ખીમાજી લાધાજી માળી પોતાના કામ અર્થે કુળદેવી સ્ટોરેજ ખાતે વાસણા ગયા હતા. ત્યાંથી સાંજે 8 વાગે પોતાનું કામ પતાવી ઘરે પરત ફરતી વખતે બાઈક એક કિલોમીટર દૂર જતા બાઈક સામાન લેવા દુકાન પાસે ઊભી રાખી હતી. ત્યારે અચાનક શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા હીરો કંપની ની એચ એફ ડીલકસ બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાં લાયસન્સ અને આરસી બુક બંને સાથે બળી ગયા હતા. જ્યારે યુવાનનો સદનસીબે બચાવ થયો હતો. અને લોકો ના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. બાઈક માં આગ લાગતાં આજુબાજુથી પાણી લાવી આગને બુઝાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પણ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાઈક સંપૂર્ણ બળી ગઈ હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ગૌશાળાનું દબાણ દૂર કર્યા બાદ પશુઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં રોષ