ધર્મવિશેષ

નર અને નારાયણની દુર્લભ કથા તમને અચરજમાં મૂકી દેશે, કોણ હતા બંને ?

Text To Speech
એક અસુર હતો દમ્બોદ્દ્ભવ. તેમણે સૂર્યદેવની ઘણી તપસ્યા કરી. સૂર્યદેવ જયારે પ્રસન્ન થઈને પ્રગટ થયા અને વચન માગવાનું કહ્યું તો તેમણે ‘અમરત્વ’ નું વચન માગ્યું. સૂર્યદેવે કહ્યું તે સંભવ નથી બીજું કાઈ માગી લે. ત્યારે તેમણે માગ્યું કે તેમને એક હજાર દિવ્ય કવચોની સુરક્ષા મળે. તેમાંથી એક પણ કવચ માત્ર એ તોડી શકે જેણે એક હજાર વર્ષ તપસ્યા કરી હોય. અને જેવા કોઈ એકપણ કવચને તોડે, તે તરત જ દુનિયા છોડે. સૂર્યદેવતા ઘણા ચિંતિત થયા. તે એટલુ તો સમજી શકતા હતા કે તે અસુર આ વરદાનનો દુરુપયોગ કરશે. પરંતુ તેમની તપસ્યા આગળ તે મજબુર હતા. તેમણે તેને એ વરદાન આપવું જ પડ્યું.
વરદાન આપ્યા બાદ એ જ થયું જેની સૂર્યદેવને હતો ડર
આ કવચોથી સુરક્ષિત થયા પછી તે જ થયું જેનો સૂર્યદેવને ડર હતો. દમ્બોદ્દ્ભવ પોતાના સહસ્ત્ર કવચોની શક્તિથી પોતાની જાતને અમર માનીને મરજી મુજબ અત્યાચાર કરવા લાગ્યા. તે સહસ્ત્ર કવચ નામથી ઓળખાવા લાગ્યા. ત્યાં સતીજીના પિતા ‘દક્ષ પ્રજાપતિ’ એ તેમની પુત્રી ‘મૂર્તિ’ના લગ્ન બ્રહ્માજીના માનસ પુત્ર ‘ધર્મ’ સાથે કર્યા. મૂર્તિએ સહસ્ત્રકવચ વિષે સાંભળ્યું હતું. અને તેમને વિષ્ણુને પ્રાર્થના કરી કે તેનો નાશ કરવા માટે તેઓ પોતે આવે. વિષ્ણુજીએ તેમને આશ્વાસન આપ્યું કે તે એમ કરશે.
નર અને નારાયણ બે શરીરોમાં હોવા છતાં પણ એક હતા
સમયક્રમમાં મૂર્તિએ બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો જેના નામ પડ્યા નર અને નારાયણ. બંને બે શરીરોમાં હોવા છતાં પણ એક હતા. બે શરીરમાં એક આત્મા. વિષ્ણુજીએ એક સાથે બે શરીરોમાં નર અને નારાયણના રૂપમાં અવતરણ કર્યું હતું. બંને ભાઈ મોટા થયા. એક વખત દમ્બોદ્દ્ભવ એ વનમાં આવી ચડ્યો. ત્યારે તેણે એક તેજસ્વી મનુષ્યને તેમની તરફ આવતા જોયા અને ભયનો અનુભવ કર્યો. તે વ્યક્તિએ કહ્યું કે હું ‘નર’ છું, અને તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો છું. ભય હતો તો પણ દમ્બોદ્દ્ભવે હસીને કહ્યું. તમે મારા વિષે જાણો છો શું? મારું કવચ માત્ર તે તોડી શકે છે જેમણે હજાર વર્ષ સુધી તપ કર્યું હોય, નરે હસીને કહ્યું કે હું અને મારા ભાઈ નારાયણ એક જ છીએ. તે મારા બદલે તપ કરી રહ્યા છે, અને હું તેમના બદલે યુદ્ધ કરી રહ્યો છું.
સૂર્યના વરદાન મુજબ જેવું કવચ તૂટ્યું કે નર ઢળી પડ્યા
યુદ્ધ શરુ થયું, અને સહસ્ત્ર કવચને આશ્ર્ચર્ય થતું રહ્યું કે હકીકતમાં નારાયણના તપથી નરની શક્તિ વધતી જતી હતી. જેવો હજાર વર્ષનો સમય પૂર્ણ થયો, નરે સહસ્ત્ર કવચનું એક કવચ તોડી નાખ્યું. પણ સૂર્યના વરદાન મુજબ જેવું કવચ તૂટ્યું કે નર ઢળી પડ્યા. સહસ્ત્ર કવચે વિચાર્યું, કે ચાલો એક કવચ ભલે ગયું પણ સામે વાળો તો દુનિયા છોડી ગયો. ત્યારે તેણે જોયું કે નર તેની તરફ દોડતા આવી રહ્યા છે અને તે ચકિત થઇ ગયા. હમણાં તો તેની સામે જ નરે દુનિયા છોડી હતી અને અત્યારે જ તે જીવિત થઇ મારી તરફ કેવી રીતે દોડતા આવી રહ્યા છે?પણ ફરી તેમણે જોયું કે નર તો ત્યાં જ પડ્યા હતા, તે તો આબેહુબ નર જેવા દેખાતા તેમના ભાઈ નારાયણ હતા. પછી દમ્બોદ્દ્ભવે મજાક કરતા નારાયણને કહ્યું કે, તમારે તમારા ભાઈને સમજાવવો જોઈતો હતો, તેણે તેનો જીવ વ્યર્થ જ ગુમાવી દીધો.
શિવજીની તપસ્યા કરવાથી નારાયણને મૃત્યુંજય મંત્રની સિદ્ધી થઇ પ્રાપ્ત
નારાયણ શાંતિપુર્વિક હસ્યા. તેમણે નરની પાસે બેસીને કોઈ મંત્રના પાઠ કર્યા અને ચમત્કારિક રીતે નર ઉભા થઇ ગયા. ત્યારે દમ્બોદ્દ્ભવને સમજાયું કે, હજાર વર્ષ સુધી શિવજીની તપસ્યા કરવાથી નારાયણને મૃત્યુંજય મંત્રની સિદ્ધી થઇ છે. જેનાથી તે તેમના ભાઈને પુનજીર્વિત કરી શકે છે. હવે આ વખતે નારાયણે દમ્બોદ્દ્ભવને પડકાર્યો અને નર તપસ્યામાં બેઠા. હજાર વર્ષના યુદ્ધ અને તપસ્યા પછી ફરી એક કવચ તૂટ્યું અને નારાયણે દુનિયા છોડી. પછી નરે આવીને નારાયણને પુનજીર્વિત કરી દીધા અને તે ચક્ર ફરી ફરી ચાલતું રહ્યું. આ રીતે 999 વખત યુદ્ધ થયું. એક ભાઈ યુદ્ધ કરતા અને બીજા તપસ્યા. દર વખતે પહેલાના જવા પર બીજા ભાઈ તેને પુનજીર્વિત કરી દેતા. જ્યારે 999 મું કવચ તૂટી ગયું ત્યારે સહસ્ત્ર કવચ સમજી ગયા કે હવે હું નહી બચી શકું. ત્યારે તે યુદ્ધ છોડીને સૂર્યલોક તરફ ભાગ્યને સૂર્યદેવના શરણાગત થયા.
સૂર્યદેવને શ્રાપ આપ્યો કે, તમે આ અસુરને તેના કર્મફળથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. જેના માટે તમે પણ તેના પાપોના ભાગીદાર થયા
નર અને નારાયણ તેનો પીછો કરતા કરતા ત્યાં આવ્યા અને સૂર્યદેવને તેને સોપવાનું કહ્યું.પરંતુ પોતાના ભક્તને સોપવા સૂર્યદેવ રાજી ન થયા. ત્યારે નારાયણે પોતાના કમંડળમાંથી જળ લઈને સૂર્યદેવને શ્રાપ આપ્યો કે, તમે આ અસુરને તેના કર્મફળથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. જેના માટે તમે પણ તેના પાપોના ભાગીદાર થયા અને તમે પણ તેની સાથે જન્મ લેશો તેનું કર્મફળ ભોગવવા માટે. તેની સાથે જ ત્રેતાયુગ સમાપ્ત થયો અને દ્વાપર યુગનો પ્રારંભ થયો.થોડા સમય પછી કુંતીજીએ તેમના વચનને યાદ કરતા સૂર્યદેવને આહ્વાન કર્યું, અને કર્ણનો જન્મ થયો. પણ એ સામાન્ય રીતે જાણતા નથી કે, કર્ણ માત્ર સૂર્યપુત્ર જ નથી, પણ તેની અંદર સૂર્ય અને દમ્બોદ્દ્ભવ બંને છે. જેવી રીતે નર અને નારાયણમાં બે શરીરમાં એક આત્મા હતી, તે રીતે કર્ણના એક શરીરમાં બે આત્માઓનો વાસ છે. સૂર્ય અને સહસ્ત્રકવચ. બીજી તરફ નર અને નારાયણ આ વખતે અર્જુન અને કૃષ્ણના રૂપમાં આવ્યા. કર્ણની અંદર જે સૂર્યનો અંશ છે, તે તેને તેજસ્વી વીર બનાવે છે. જયારે તેની અંદર દમ્બોદ્દ્ભવ પણ હોવાથી તેના કર્મફળ તેને અપાર અન્યાય અને અપમાન મળ્યા છે અને તેને દ્રૌપદીનું અપમાન અને એવા જ ઘણા અપકર્મ કરવા પ્રેરિત કરે છે. જો અર્જુન કર્ણનુ કવચ તોડી દેત તો તરત જ તે દુનિયા છોડી જાત. એટલા માટે ઇન્દ્ર તેમની પાસેથી કવચ પહેલાથી જ માગીને લઇ ગયા હતા.
Back to top button