ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આસામમાં ચૂંટણી બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ, UCC પણ લાગૂ થશે: CM હિમંતા બિસ્વા સરમા

Text To Speech
  • મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વધુ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું

નવી દિલ્હી, 13 એપ્રિલ: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા તેમના નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. ત્યારે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વધુ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જેમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બેફામપણે કહ્યું છે કે, ચૂંટણી બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવામાં આવશે અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC ) પણ લાગુ કરવામાં આવશે. અમે ઉત્તરાખંડની થોડી અસર જોઈ રહ્યા છીએ. કેન્દ્રીય નેતૃત્વ પાસેથી લીલી ઝંડી લેવી પડશે. મને લાગે છે કે 2026માં આવું થવું જોઈએ.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા એ સ્પષ્ટપણે કહે છે કે, “મદરેસા શિક્ષણથી મુસ્લિમોને કોઈ ફાયદો થશે નહીં. આપણે મુસ્લિમ દીકરા-દીકરીઓને ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર અને વિજ્ઞાની બનાવવાનો રસ્તો બતાવવો પડશે. તેમને એવા શિક્ષણની જરૂર નથી કે પ્રગતિના તમામ રસ્તાઓ બંધ થઈ જાય.”

ભાજપ આસામમાં રહેલી લાંચ પ્રથાનો અંત લાવશે: CM 

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કહ્યું હતું કે, આસામમાં કોંગ્રેસના શાસન દરમિયાન પ્રચલિત નોકરી માટે રોકડ અને લાંચ સંસ્કૃતિ 2016માં રાજ્યમાં ભાજપની સરકાર બન્યા પછી બંધ થઈ ગઈ હતી. ડિબ્રુગઢ જિલ્લાના ચબુઆ ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, ભ્રષ્ટ અધિકારીઓ, દલાલો અને વચેટિયાઓ સામે ભાજપ સરકારની કડક કાર્યવાહીએ લાંચની જરૂર વગર યુવાનોને સરકારી નોકરીઓ સુલભ બનાવી છે.\

CMએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસના સમયમાં સરકારી નોકરીની માંગ કરનારા વ્યક્તિઓએ રોકડ અથવા અધિકારીઓને લાંચ આપવી પડતી હતી. જોકે, ભાજપની સરકાર બની ત્યારથી ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં લેવાયા છે. ભાજપ સરકારે માત્ર લાયકાતના આધારે લાયક ઉમેદવારોને 1 લાખ સરકારી નોકરીઓ પ્રદાન કરી છે. ખેડૂતોના બાળકો, ચાના બગીચાના કામદારો, શાકભાજી વેચનારાઓને સરકારી નોકરીઓ મળી છે. આ અગાઉ અકલ્પનીય હતું. અમારી સરકાર પારદર્શક છે અને અમારી પાસે ભ્રષ્ટાચાર માટે શૂન્ય સહિષ્ણુતા છે, ” તેમણે આવતા વર્ષે યુવાનોને વધારાની 50,000 સરકારી નોકરીઓ પ્રદાન કરવાની યોજનાનો પુનરોચ્ચાર કર્યો.

આ પણ જઓ: ઓલિમ્પિક પહેલા ભારતને આંચકો, બોક્સર મેરી કોમનું શેફ ડી મિશનના વડા તરીકે રાજીનામું

Back to top button