ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

હિંદુઓ પરના હુમલા કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ, અમેરિકન સાંસદો એકજુથ થયા

  • રાષ્ટ્રીય હિંદુ હિમાયત દિવસ ત્રીજી વખત ઉજવાયો
  • 40 થી વધુ CORE સ્વયંસેવકોએ 115 થી વધુ સાંસદોની ઓફિસની મુલાકાત લીધી

વોશિંગટન, 01 જુલાઈ : આજકાલ અમેરિકામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે અહીંના સાંસદો આ મુદ્દે બચાવમાં આવ્યા છે. તેમણે અહીંના લઘુમતી હિંદુ સમુદાય સામે વધતા હિંદુફોબિયા અને ભેદભાવ સામે વિરોધ કરવા માટે ભારતીય અમેરિકનોને તેમનું સમર્થન આપવાનું વચન આપ્યું છે.

રાષ્ટ્રીય હિંદુ હિમાયત દિવસ ત્રીજી વખત ઉજવાયો

ઉત્તર અમેરિકાના હિંદુઓના ગઠબંધન (COHNA)એ 28 જૂનના રોજ ત્રીજી વખત રાષ્ટ્રીય હિંદુ હિમાયત દિવસ મનાવ્યો હતો. આ દરમિયાન ઘણા હિંદુ વિદ્યાર્થીઓ, સંશોધકો અને સમુદાયના નેતાઓએ ભાગ લીધો હતો અને અમેરિકામાં રહેતા હિંદુઓની ચિંતાઓ અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : RBIએ 2000 રૂપિયાની નોટને લઈને નવી માહિતી શેર કરી, 1 વર્ષ પહેલા લાગ્યો હતો પ્રતિબંધ

હિન્દુફોબિયા અને મંદિરો પર હુમલાની નિંદા કરી

સાંસદ થાનેદારે અહીં દિવસભર ચાલેલી ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, ‘અમે અહીં છીએ અને અમે યુદ્ધ લડી રહ્યા છીએ.’ હાઉસ રિઝોલ્યુશન 1131 રજૂ કરનાર ડેમોક્રેટ થાનેદારે કહ્યું કે તમારા બધાનો અવાજ સંસદમાં હિન્દુ સમુદાયનો અવાજ છે. આ સાથે તેમણે હિંદુ અમેરિકન સમુદાયના યોગદાનની ઉજવણી કરતી વખતે હિંદુફોબિયા અને મંદિરો પર હુમલાની નિંદા કરી હતી.અને કહ્યું કે કોઈ પણ સંજોગોમાં હિન્દુફોબિયા, ભેદભાવ કે નફરતને સહન કરાશે નહિ.

“તમારા સમુદાયને કંઈ થશે તો હું તમારી સાથે ખભે ખભા મિલાવીને ઊભો રહીશ”

રિપબ્લિકન સાંસદએ હિંદુ અમેરિકનોના યોગદાનને માન આપતા હાઉસ રિઝોલ્યુશન 1131 માટેના તેમના સમર્થનની નોંધ લીધી. તેમજ સમુદાયને અમેરિકન સ્વપ્નને અનુસરવા વિનંતી કરી, જે નવીનતા, સખત મહેનત, સફળતા અને તેની પરંપરાઓની ઉજવણી કરે છે. રિપબ્લિકન નેતા મિલરે સ્વીકાર્યું કે દેશ માટે આ મુશ્કેલ સમય છે અને ભાર મૂક્યો કે તેઓ હિન્દુ સમુદાય સાથે રહેશે. તેઓએ કહ્યું, ‘તમારા સમુદાયને કંઈ થશે તો હું તમારી સાથે ખભે ખભા મિલાવીને ઊભો રહીશ.’

115 થી વધુ સાંસદોની ઓફિસની મુલાકાત લીધી

COHNAએ કહ્યું કે આ વર્ષે હિંદુઓએ અનેક પ્રકારના હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. 40 થી વધુ CORE સ્વયંસેવકોએ હાઉસ રિઝોલ્યુશન 1131 માટે સમર્થનની હિમાયત કરવા માટે 115 થી વધુ સાંસદોની ઓફિસની મુલાકાત લીધી, જે હિંદુ-અમેરિકન સમુદાયના યોગદાનની ઉજવણી કરતી વખતે હિંદુફોબિયા અને મંદિરો પરના હુમલાને વખોડે છે.

આ પણ વાંચો : ડિજિટલ ઈન્ડિયાના 9 વર્ષ : આ આંકડા તમને ચોંકાવી દેશે

Back to top button