ટોપ ન્યૂઝવર્લ્ડ

USના લોસ એન્જલસના એક પાર્કમાં ગોળીબાર, 7 લોકોને ઈજા

અમેરિકાના લોસ એન્જલસમાં આવેલા એક પાર્કમાં રવિવારના રોજ ગોળીબારની ઘટના બની હતી. જેમાં સાત લોકોને ઈજા પહોંચી છે. જે સમયે ગોળીબાર થયો તે સમયે પાર્કમાં કાર શોનું શૂટિંગ ચાલી રહ્યું હતું.લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ (LAPD) એ જણાવ્યું કે ગોળીબાર સાન પેડ્રોના પેક પાર્કમાં બપોરે 3:50 વાગ્યે થયો હતો. જો કે ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ ગોળીબારમાં 7 લોકોને ગંભીર ઈજા

મળતી માહિતી મુજબ આ ઘટના પાર્કમાં જયારે કાર શોનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ગોળીબાર થયો હતો જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. જયારે સાત લોકોને નાનીમોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં બે લોકોની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું છે.

Back to top button