ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

લંડનમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલાના મુખ્ય આરોપીની ધરપકડ

Text To Speech

નવી દિલ્હી, 25 એપ્રિલ : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા વર્ષે માર્ચમાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલા સાથે સંબંધિત એક કેસમાં ગુરુવારે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. NIAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 22 માર્ચ, 2023ના રોજ લંડનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગેરકાયદેસર ગતિવિધિઓ કરવા બદલ યુકેના હાઉન્સલોના રહેવાસી ઈન્દરપાલ સિંહ ગાબાની ધરપકડ કરવામાં આવી છે.

NIAની આ કેસની અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે લંડનમાં ગયા વર્ષે 19 અને 22 માર્ચે જે ઘટનાઓ બની હતી તે ભારતીય મિશન અને તેના અધિકારીઓ પર હુમલાના મોટા કાવતરાનો ભાગ હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 18 માર્ચ, 2023ના રોજ પંજાબ પોલીસ દ્વારા ખાલિસ્તાની તરફી અલગતાવાદી અમૃતપાલ સિંહ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીના બદલામાં માર્ચ 2023માં લંડનમાં આ હુમલા કરવામાં આવ્યા હતા.

NIAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 22 માર્ચના વિરોધ પ્રદર્શન દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા બદલ હાઉન્સલોના રહેવાસી ઇન્દરપાલ સિંહ ગાબાની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ કહ્યું કે NIAની આ કેસમાં ચાલી રહેલી તપાસમાં જાણવા મળ્યું છે કે લંડનમાં 19 માર્ચ અને 22 માર્ચની ઘટનાઓ ભારતીય મિશન અને તેના અધિકારીઓ પર ઘાતક હુમલા કરવાના મોટા ષડયંત્રનો ભાગ હતી.

પ્રવક્તાએ કહ્યું, યુકેના હાઉન્સલોના રહેવાસી ઇન્દરપાલ સિંહ ગાબાને 22 માર્ચ, 2023 ના રોજ વિરોધ પ્રદર્શન દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જો કે, એજન્સીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે શું ગાબાની દિલ્હીના એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી અને અહીં તેમની મુલાકાતનો હેતુ શું હતો. એજન્સીએ હુમલામાં તેની ચોક્કસ ભૂમિકા કે ખાલિસ્તાની તરફી નેતાઓ સાથેના તેના સંબંધો પણ જાહેર કર્યા નથી.

ઉલ્લેખનીય છે કે અલગતાવાદી તત્વો સામે ભારતની કાર્યવાહીના વિરોધ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો દ્વારા લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતેનો રાષ્ટ્રધ્વજ નીચે ઉતારવામાં આવ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે એપ્રિલમાં યુકે હોમ ઑફિસના પ્રતિનિધિઓને મળ્યા પછી, NIAએ દિલ્હી પોલીસ પાસેથી તપાસ સંભાળી હતી.

Back to top button