ટ્રેન્ડિંગમનોરંજન

59 વર્ષે પિતા બનવા જઈ રહ્યો છે અરબાઝ ખાન: પત્ની શૂરા બેબી બંપ સાથે દેખાઈ

મુંબઈ, 16 એપ્રિલ, 2025: બોલીવુડના જાણીતા એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન ટૂંક સમયમાં બીજી વાર પિતા બનવાના છે. તેમના ઘરે કિલકારીઓ ગુંજવાની છે. અરબાઝ ખાનની પત્ની શૂરા ખાન લગ્નના એક વર્ષ બાદ મા બનવાની છે. સલમાન ખાનની ઈદ પાર્ટીમાં જ્યારે શૂરા ખાન નજરે પડી હતી, ત્યારથી તે પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
જાણીતા પ્રોડ્યુસર અરબાઝ ખાન પહેલી પત્ની મલાઇકા અરોરાથી છૂટા પડ્યા પછી વર્ષ 2023માં મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. શૂરા સાથે તે ઘણીવાર સ્પોટ થાય છે. ખાન પરિવારમાં બાળકનું આગમન થવાનું છે. અરબાઝ ફરી પિતા બનવા જઈ રહ્યા છે. આ ચર્ચાએ ત્યારે જોર પકડયું જ્યારે અરબાઝ અને શૂરા એક મેટરનીટી ક્લિનિકની બહાર નજર આવ્યા. એવું માનવામાં આવે છે કે શૂરા ખાન પોતાના ચેકઅપ માટે ક્લિનિક પહોંચી હતી. તેની સાથે અરબાઝ ખાન પણ હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અરબાઝ તેની પત્ની શૂરાનો હાથ પકડીને તેની સંભાળ રાખતો દેખાયો હતો.
 આ વીડિયો જોઈને ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શૂરા ખાન પ્રેગ્નેન્ટ હોઈ શકે છે. જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી કે ન તો કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. . શૂરા ખાન તેના પતિ અરબાઝ ખાન કરતા 20 વર્ષ નાની છે. જ્યારે શૂરા ખાન 40 વર્ષથી વધુ ઉંમરની છે અને તેને તેના પહેલા લગ્નથી આઠ વર્ષની પુત્રી પણ છે.
Back to top button