કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

અને ભુજ નજીકનો પાલારા વિસ્તાર આફતના ભયથી કંપી ઉઠ્યો.. જાણો શું થયું? જુઓ વીડિયો સાથે

ભુજ, 08 જુલાઇ 2025: Kachchh Border 12મી જુને અમદાવાદમાં મેઘાણીનગર પાસે એર ઇન્ડિયાના વિમાનના અકસ્માત બાદ વિમાન ઉડતા હોય અને માથા ઉપરથી જ જ્યારે પસાર થતા હોય ત્યારે લોકોમાં ભયનું લખલખું પસાર થઇ જતું હોય છે. હવે આવી ઘટના ન બને તેના માટે સરકાર અને તંત્રો સુસજ્જ થઇ રહ્યા છે. ભુજના પાલારા જેલ વિસ્તારમાં પણ એરપોર્ટ ઓથોરિટી અને વાયુસેના તથા જિલ્લા તંત્ર દ્વારા આવી કવાયત હાથ ધરાઇ હતી.

વિમાન તૂટી પડવા બાદની સજ્જતા ચકાસાઇ

ખાસ કરીને આવી દુર્ઘટના ન બને તે માટે એરસ્ટાફની સજ્જતા પણ મોકડ્રીલના માધ્યમથી ચકાસવામાં આવી હતી.  ઉડ્ડયન ક્ષેત્રે વૈશ્વિક ધોરણે સુરક્ષાના પગલાઓ ભરાઇ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લાના સંવેદનશીલ ભુજ એરપોર્ટ ઉપર પણ વિશેષ તકેદારી રાખવામાં આવી છે. સોમવારે કરેલી મોકડ્રીલમાં ભુજ એરપોર્ટ ઓથોરિટી અને ભારતીય વાયુસેના દ્વારા ભુજથી સાત કિ. મી. દૂર પાલારા નજીક પ્લેન ક્રેશ થવાની ઘટનાની સજ્જતા જોવાઇ હતી.

મોકડ્રીલમાં રાહત, બચાવાના પાસા જોવાયા 

મોકડ્રીલનો મુખ્ય હેતુ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો રાહત, બચાવ અને તાત્કાલિક સારવાર જેવી કામગીરીમાં બધા તંત્રો વચ્ચે તાલમેલ કેવી રીતે જાળવી શકાય તેનું પરિક્ષણ કરવાનો હતો. સીઆઈએસએફ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, આરોગ્ય વિભાગ, વાયુસેના, ફાયર વિભાગ સહિત જોડાયા હતા. ડમી વિમાન દુર્ઘટનામાંથી બચાવ કામગીરી, ઘાયલોને સારવાર માટે લઈ જવાની તાત્કાલિક વ્યવસ્થા, સુરક્ષા તથા સંકલન પર વિશેષ ધ્યાન રખાયું હતું. ભુજ એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશક નવીનકુમાર સાગરે મોકડ્રીલ અંગે સંકલનની ભૂમિકા વર્ણવી હતી.

આ પણ વાંચો:ઉત્તરાખંડથી આસામ સુધીની નદીઓમાં પૂર, ગામડાઓ ડૂબમાં, 5 જણે જીવ ખોયો : જાણો શું છે આગાહી

આ પણ વાંચો:આજથી ચંદ્રમાના નક્ષત્રમાં જશે શુક્ર, આ લોકો માટે બનશે સફળતાના યોગ

Back to top button