ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

રશિયન ઓઈલ ખરીદવામાં ભારતને એટલી જંગી બચત થઈ કે ટ્રમ્પ ટેરિફની અસર ધોવાઈ જશેઃ જાણો

નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર, 2025ઃ India buying Russian oil  રશિયન ઓઈલની ખરીદીનો મુદ્દો હાલ ભલે અને અમેરિકી પ્રમુખ તેને હથિયાર બનાવવા માગતા હોય પરંતુ આજે જે આંકડા જાહેર થયા છે તે અનુસાર ભારત એટલી જંગી રકમની બચત કરી શક્યું છે કે તેને પરિણામે ટ્રમ્પના ટેરિફથી થનાર સંભવિત નુકસાનની અસર ઓછી થઈ શકે. અહેવાલ અનુસાર 39 મહિનાના સમયગાળામાં ભારતને રશિયન ઓઈલની ખરીદીથી 12 અબજ ડૉલર કરતાં વધુની બચત થઈ છે.

આ ગાળામાં ભારતીય રિફાઇનર્સને ઓછામાં ઓછા ૧૨.૬ અબજ ડૉલર બચાવવામાં મદદ થઈ છે તેમ ભારતના અધિકૃત વેપાર ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે. નિષ્ણાતો માને છે કે આ બચત બદલાતા એક્સચેન્જ દરોને કારણે સંભવતઃ વધુ પણ હોઈ શકે. તે સાથે જાણકારોર એવું પણ કહી રહ્યા છે કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ભારત ઉપર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે તેને પરિણામે ભારતીય અર્થતંત્રને જે નુકસાન થવાની ધારણા છે તે નુકસાન ઓઈલ આયાત દરમિયાન થયેલી 12.6 અબજ ડૉલરની બચત દ્વારા જ ઓછું થઈ જશે.

ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા

ભારતીય રિફાઇનર્સ દ્વારા રશિયન કુદરતી ગેસની વિપુલ આયાતને ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા રશિયા – યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરવાના સાધન તરીકે જોવામાં આવે છે. અર્થાત જાહેર મંચ ઉપર પ્રમુખ ટ્રમ્પ એવું કહેવા પ્રયાસ કરી રહ્યા છે કે, ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું હોવાથી રશિયાની આર્થિક મદદ થાય છે અને તેને આધારે રશિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખ્યું છે. તેલ નિકાસ મોસ્કો માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે અને ચીન પછી ભારત બીજા નંબરે રશિયન તેલનું ખરીદદાર છે.

આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ખાસ કરીને ભારતને દબાવવામાં નિષ્ફળ જઈ રહેલા પ્રમુખ ટ્રમ્પે ઓગસ્ટની શરૂઆતમાં ભારત દ્વારા રશિયન તેલ આયાત ચાલુ રહેવાના દંડ તરીકે ભારતીય માલ પર જાહેર કરાયેલા ૨૫ ટકા ટેરિફ પર વધારાના ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીએ ટ્રમ્પ સરકારની કાર્યવાહીને “અન્યાયી અને અયોગ્ય” ગણાવી છે. અગાઉની જો બાઇડન સરકારે રશિયાના ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન ઉપર આક્રમણ પછી રશિયન ઓઈલની ખરીદી ઉપર પોતે પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ ત્યારે ભારતને રશિયન તેલ આયાત વધારવા પ્રોત્સાહિત કર્યું હતું. કારણ સરળ હતું: રશિયા મુખ્ય તેલ નિકાસકાર છે અને જો તેનું મોટાભાગનું તેલ ખરીદદારોના અભાવને કારણે બજારથી બહાર થઈ જાય તો આંતરરાષ્ટ્રીય તેલ કિંમતો વધી શકે, જે અમેરિકા પોતે ઈચ્છતું નહોતું.

અમેરિકાની 50 ટકા ટેરિફ બાદ નાણાં અને વાણિજ્ય મંત્રાલયની SEZ નીતિ બદલવાની તૈયારી

Back to top button