ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જે લોકો ઈતિહાસ જાણે છે તેને ખબર છે, ઈરાની રાષ્ટ્ર સરેન્ડર કરનારો દેશ નથી: સીઝફાયરની જાહેરાત બાદ ખામેનેઈનું મોટું નિવેદન

24 જૂન 2025: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે એક નવા વળાંક પર પહોંચી ગયું છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઈરાને આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. આ દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. ખામેનેઈએ કહ્યું, ‘જે લોકો ઈરાની લોકો અને તેમના ઇતિહાસને જાણે છે તેઓ જાણે છે કે ઈરાની રાષ્ટ્ર શરણાગતિ સ્વીકારતો દેશ નથી.’

ઈરાન યુદ્ધવિરામના મૂડમાં નથી!

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાત કહી છે. આ પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાન હાલમાં યુદ્ધવિરામના મૂડમાં નથી. તે ઈઝરાયલ પર હુમલો કરવાનું ચાલુ રાખશે.

ટ્રમ્પે યુદ્ધવિરામ અંગે આ દાવો કર્યો હતો

અગાઉ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, મધ્ય પૂર્વમાં 12 કલાક માટે યુદ્ધવિરામ લાગૂ કરવામાં આવ્યો છે. આ પછી, યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ દાવો કર્યો છે.

ટ્રમ્પે કહ્યું – ઈરાન અને ઇઝરાયલ સંમત થયા

સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધવિરામ પર સંમત થયા છે. ટ્રમ્પની પોસ્ટ મુજબ, ઇઝરાયલ અને ઈરાન બંને 6 કલાકમાં પોતાનું મિશન પૂર્ણ કરશે. આ પછી 12 કલાક માટે યુદ્ધવિરામ થશે.

યુદ્ધ ઘણા વર્ષો સુધી ચાલી શક્યું હોત – ટ્રમ્પ

ટ્રમ્પના મતે, ઈરાન પહેલા યુદ્ધવિરામ કરશે. ઇઝરાયલ 12 કલાક પછી યુદ્ધવિરામ કરશે અને 24 કલાક પછી 12 દિવસનું યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે. ટ્રમ્પે યુદ્ધવિરામ માટે ઇઝરાયલ અને ઈરાન તેમજ સમગ્ર વિશ્વને અભિનંદન આપ્યા છે. તેમની પોસ્ટમાં, યુએસ પ્રમુખે લખ્યું છે કે આ યુદ્ધ ઘણા વર્ષો સુધી ચાલી શક્યું હોત, જેમાં મધ્ય પૂર્વને ભારે નુકસાન થયું હોત, પરંતુ આવું થયું નહીં.

આ પણ વાંચો: ટ્રમ્પની યુદ્ધવિરામની ઘોષણાને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઊછાળો

Back to top button