ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમમાં AMCની આવક જાણી રહેશો દંગ

  • AMC દ્વારા તા.9 એપ્રિલ, 2024થી એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી
  • પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ.15.37 કરોડની આવક થઇ
  • ગત વર્ષે એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ હેઠળ AMCને કુલ રૂ. 596.08 કરોડની આવક થઈ હતી

અમદાવાદમાં એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમમાં AMCની આવક જાણી દંગ રહેશો. જેમાં એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ અમલી ચાર દિવસમાં રૂ.53.93 કરોડની આવક થઇ છે. તેમજ પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ.15.37 કરોડની આવક થઇ તથા 69,031 નાગરિકોએ લાભ લીધો છે. ઓનલાઇન આવક રૂ.35.87 કરોડ થઇ છે. તથા 47,735 નાગરિકોએ ઓનલાઇન ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂ. 35 કરોડ 87લાખની આવક ઓનલાઈન થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બહારનું ખાતા હોય તો ચેતજો, AMC ફૂડ વિભાગે વિવિધ એકમોને 1.27 કરોડનો દંડ કર્યો

AMC દ્વારા તા.9 એપ્રિલ, 2024થી એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી

AMC દ્વારા તા.9 એપ્રિલ, 2024થી એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે અને AMCને તા.9 એપ્રિલથી તા.12 એપ્રિલ સુધીના ચાર દિવસમાં રૂ.53 કરોડ 93 લાખથી વધુ આવક થઈ છે અને તે પૈકી પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ.15 કરોડ, 37 લાખની આવક થઈ છે. AMC દ્વારા અમલમાં મૂકાયેલી એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમનો 4 દિવસમાં કુલ 69,031 નાગરિકોએ લાભ લીધો છે અને તે પૈકી 47,735 નાગરિકોએ ઓનલાઈન ટેક્સ ચુકવણી કરી છે અને રૂ. 35 કરોડ,87લાખની આવક ઓનલાઈન થઈ છે. આમ, શહેરીજનોમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: 5 વર્ષમાં RTE હેઠળ પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યા 44 ટકા ઘટી

ગત વર્ષે એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ હેઠળ AMCને કુલ રૂ. 596.08 કરોડની આવક થઈ હતી

લોકસભા ચૂંટણી આચાર સંહિતાના કારણે નાગરિકો એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમના લાભથી વંચિત ન રહે તે હેતુસર માર્ચ મહિનાના પ્રારંભમાં જ એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમા મંજૂર કરી હતી. 2024-25ના વર્ષના જનરલ ટેક્સ, વોટર ટેક્સ, કોન્ઝર્વન્સી ટેક્સ સહિતની ભરવાપાત્ર પ્રોપર્ટી ટેક્સની રકમની એડવાન્સ ચુકવણી કરનારને 12 ટકા, ઓનલાઇન મારફતે ટેક્સ ચૂકવનારને વધુ 1 ટકા સહિત કુલ 13 ટકા રીબેટ આપવામાં આવશે. જ્યારે સતત ત્રણ વર્ષથી એવાન્સ ટેક્સ ચૂકવનાર કરદાતાને પ્રોત્સાહનરૂપે વધારાના 2 ટકા સહિત કુલ 15 ટકાનું રિબેટ અપાશે. ગત વર્ષે એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ હેઠળ AMCને કુલ રૂ. 596.08 કરોડની આવક થઈ હતી અને આ સ્કીમનો 4,98,940 કરદાતાઓએ લાભ લીધો હતો અને રૂ. 67.55 કરોડનું વળતર આપવામાં આવ્યું હતું.

Back to top button