ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં બહારનું ખાતા હોય તો ચેતજો, AMC ફૂડ વિભાગે વિવિધ એકમોને 1.27 કરોડનો દંડ કર્યો

  • ફૂડ વિભાગે 5,410 કિલો અને 4,795 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો
  • 861 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે અને તે પૈકી 22 ખાદ્ય સેમ્પલ અપ્રમાણિત
  • શહેરમાં કુલ 569 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી

અમદાવાદમાં બહારનું ખાતા હોય તો ચેતજો. જેમાં AMC ફૂડ વિભાગે વિવિધ એકમોને 1.27 કરોડનો દંડ કર્યો છે. તેમાં બરફના ગોળા, શરબત, શેરડીના રસ, પાણીપૂરીની લારીઓમાં ચેકિંગનો પ્રારંભ કર્યું છે. તથા જાન્યુ.થી તા.12 એપ્રિલના સમયગાળામાં 861 સેમ્પલ લીધા છે. તેમજ 22 નમૂના અપ્રમાણિત થયા છે. તેમાં કુલ 569 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત, જાણો કેમ તાપમાન ઘટ્યું

ફૂડ વિભાગ દ્વારા 861 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે અને તે પૈકી 22 ખાદ્ય સેમ્પલ અપ્રમાણિત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા તા. 1 જાન્યુઆરી, 2024 થી તા.12 એપ્રિલ, 2024 સુધીના સમયગાળા દરમિયાન 4,3 59 હોટલો, રેસ્ટોરેન્ટ, સહિત ધંધાકીય એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 569 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા આ સમયગાળામાં રૂ. 15 લાખ, 58 હજાર દંડ અને રૂ.1 કરોડ, 12 લાખ લાયસન્સ ફી સહિત કુલ રૂ.1 કરોડ, 27 લાખથી વધુ રકમ વસૂલ કરી છે. ફૂડ વિભાગ દ્વારા 861 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે અને તે પૈકી 22 ખાદ્ય સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા છે અને 197 સેમ્પલના પરિણામો હજુ આવવાના બાકી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટીના ધાંધિયાથી વાલીઓ કંટાળ્યા 

ફૂડ વિભાગે 5,410 કિલો અને 4,795 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો

ફૂડ વિભાગે 5,410 કિલો અને 4,795 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કર્યો હતો અને 8 એકમોને સીલ કર્યા હતા. જ્યારે 9 ,695 એકમોને નવા લાયસન્સ ઈસ્યુ કર્યા છે અને એક જ તેલમાં વારંવાર ફાફડા, ભજિયા, ફરસાણ તળીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા એકમોમાં 2,790 કેસ કર્યા હતા. AMCફૂડ વિભાગ દ્વારા ઉનાળામાં બરફના ગોળા, આઈસ્ક્રીમ પાર્લર, જ્યુસ સેન્ટર, શેરડીના રસના સંચા, પાણીપુરીની લારીઓ, વગેરેમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. AMC ફુડ વિભાગ દ્વારા ચાલુ વર્ષે તા.12 એપ્રિલ સુધીમાં મીઠાઈના 32, દૂધ અને દૂધની બનાવટોના 108 સહિત કુલ 861 સેમ્પલ લીધા હતા અને તે પૈકી દૂધ અને દૂધની બનાવાટોના 8, મસાલાના 12, મીઠાઈ અને બેકરી પ્રોડક્ટ્સના 1-1 સહિત 22 સેમ્પલ અપ્રમાણિત જાહેર થયા હતા.

Back to top button