ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: 5 વર્ષમાં RTE હેઠળ પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યા 44 ટકા ઘટી

  • RTEઅંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા મુજબ બાળકોને પ્રવેશ અપાય છે
  • આ વખતે રાજ્યમાથી 2.35 લાખ જેટલા ફોર્મ ભરાયા છે
  • કેટલાક નિયમોના કારણે ગરીબ બાળકોને ભારે અન્યાય કરાતો હોવાના આક્ષેપો

ગુજરાતમાં 5 વર્ષમાં RTE હેઠળ પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યા 44 ટકા ઘટી છે. જેમાં વર્ષ-2019-20માં 94,163 પ્રવેશ થયા છે. તેમજ વર્ષ-2023 -24 માં ઘટીને 52,365 સંખ્યા થઇ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તો બેઠકોની સંખ્યામાં જ 39 હજારનો ઘટાડો થયો છે. આ વખતે કુલ 43,896 બેઠકો સામે રાજ્યમાથી 2.35 લાખ જેટલા ફોર્મ ભરાયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બહારનું ખાતા હોય તો ચેતજો, AMC ફૂડ વિભાગે વિવિધ એકમોને 1.27 કરોડનો દંડ કર્યો

RTEઅંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા મુજબ ગરીબ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા મુજબ ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણાધિકારના આ કાયદા હેઠળ પ્રવેશ લેતા ગરીબ બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો RTE હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યામાં 44 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ-2019 -20માં સમગ્ર રાજ્યમાં કુલ94,163 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો, જે વર્ષ-2023-24 મા ઘટીને માત્ર 52,365 થઈ ગયાં છે. મહત્વની વાત એ છે કે, આ વખતે તો પ્રવેશ મેળવનાર બાળકો જ નહી રિઝર્વ બેઠકોની સંખ્યામાં જ 39 હજારનો ઘટાડો થયો છે. આ વખતે રાજ્યમાથી 2.35 લાખ જેટલા ફોર્મ ભરાયા છે જેની સામે પ્રવેશ માટે બેઠકોની સંખ્યા માત્ર 43,896 છે, જે એક સમયે 1 લાખ કરતાં પણ વધુ હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ખાનગી સ્કૂલોની ફી નક્કી કરતી ફી રેગ્યુલેટરી કમિટીના ધાંધિયાથી વાલીઓ કંટાળ્યા 

કેટલાક નિયમોના કારણે ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ભારે અન્યાય કરાતો હોવાના આક્ષેપો

ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠક પર ગરીબ અને મધ્યમવર્ગના બાળકોની પ્રવેશ આપતો વર્ષ-2009 માં કેન્દ્ર સરકાર દ્વારા કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાનો ગુજરાતમાં વર્ષ-2013-14 થી અમલ કરવામાં આવ્યો. પ્રથમવર્ષે એટલે કે, વર્ષ-2013-1 4 માં RTE હેઠળ 432 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. એ પછી ક્રમશઃ પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યામાં નિરંતર વધારો થયો હતો. આ વધારો વર્ષ-2019 -20 સુધી યથાવત્ જોવા મળ્યો છે. એ પછી પ્રવેશ મેળવનાર ગરીબ બાળકોની સંખ્યામાં સતત ધટાડો થયો છે. મહત્વનુ છે કે, રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં સતત વધારો થયો છે ત્યારે 25 ટકા મુજબ આ શાળાઓમાં ગરીબ બાળકોના પ્રવેશની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

વર્ષ 2019-20 માં RTE હેઠળ કુલ94,163 બાળકોએ પ્રવેશ મેળવ્યો

વર્ષ 2019-20 માં RTE હેઠળ કુલ94,163 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. એ પછી વર્ષ-2020-21 માં75,227,વર્ષ-2021-22 માં 62,290, વર્ષ-2022-23 માં 64,395 અને વર્ષ-2023-24 માં 52,365 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં RTE પ્રવેશ મેળવતા બાળકોની સંખ્યામાં 41,798 નો ઘટાડો થયો છે, જેની ટકાવારી 44 ટકા કરતાં વધુ થાય છે. આમ સરકારના કેટલાક નિયમોના કારણે ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ભારે અન્યાય કરાતો હોવાના આક્ષેપો થયાં છે.

Back to top button