અમદાવાદ: પાકિસ્તાનના આવા કૃત્યોથી મુસ્લિમ સમાજ માટે મુશ્કેલી ઊભી થાય છે; 70 લાખ મુસ્લિમ સમાજ આતંકવાદ સામે: MLA ઇમરાન ખેડાવાલા

25 એપ્રિલ 2025 અમદાવાદ: શહેરમાં લાલ દરવાજા જૂની જામા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના લોકોએ જમણા હાથે કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાઝ અદા કરી હતી. નમાઝ દરમિયાન લોકોએ જે પણ શાંતિ પ્રવાસીઓનો મૃત્યુ થયા છે તેઓની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. જેમાં ખાસ કરીને જમાલપુર ખાડીયાના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જોડાયા હતા અને તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે પાકિસ્તાનના આવા કૃત્યોથી સમગ્ર ભારત દેશના મુસ્લિમ સમાજ માટે મુશ્કેલી ઊભી થાય છે.
જમણે હાથે કાળી પટ્ટી બાંધી જુમ્માની નમાઝ અદા કરી
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે 22 એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં ગુજરાત સમાજ દ્વારા આજે એટલે કે 25 એપ્રિલ શુક્રવારના રોજ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદના લાલ દરવાજા જૂની જામા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના લોકોએ જમણે હાથે કાળી પટ્ટી બાંધી જુમ્માની નમાઝ અદા કરી હતી. નમાઝની સાથે જે પણ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
પાકિસ્તાનને નાબૂદ કરવા માટે 30 મિનિટનો સમય પૂરતો
HD ન્યુઝ સાથે વાતચીત કરતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જણાવ્યું હતું કે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સિવાય મારી પાસે કોઈ શબ્દ નથી, પાકિસ્તાનને નષ્ટ નાબૂદ કરવા માટે માત્ર ભારતને 30 મિનિટનો સમય પૂરતો છે. સરકારે કડક પગલાં લેવા જોઈએ. ઉપરાંત પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે પણ આતંકીઓનો યોગ્ય જવાબ આપવાની વાત કરી હતી. સાથે ઈમરાન ખેડાવાલા ભાવુક થયા હતા અને તેમણે આ ઘટનાને વખોડી હતી.
દેશના 25 લાખ, ગુજરાતના 70 લાખ મુસ્લિમોનો વિરોધ
પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના 70 લાખ અને સમગ્ર દેશના 25 કરોડ જેટલા મુસ્લિમ સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે દેશમાંથી આતંકવાદ નાબૂદ થઈ રહ્યો છે ત્યારે હતાશ પાકિસ્તાન આવી નીરજ હરકતો કરી સમગ્ર ભારત દેશના મુસ્લિમોની છબીને લાંછન લગાડવાનું કામ કરે છે. આજે માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં કાળી પટ્ટી બાંધીને આતંકવાદી હુમલાનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
દેશનાં 25 કરોડ જેટલા મુસલમાનોને તકલીફ પડે છે
અત્રે ઉલ્લેખનીય છે કે આજે મસ્જિદમાં તમામ મુસ્લિમો દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે કે અમારા દેશમાં શાંતિ અને ભાઈચારો સ્થાપિત રહે, તેમજ આજે ખૂબ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે જેમાં દેશના વડાપ્રધાન અને વિપક્ષ નેતા સહિતના તમામ લોકો દેશની સલામતી માટે જે પગલાં લેશે અને પાકિસ્તાનને નાબૂદ કરવું હશે ત્યારે આતંકવાદનું ખાતમુ કરવું હશે એમાં સમગ્ર ગુજરાતનું મુસ્લિમ સમાજ ખુલ્લી છાતીએ તેમની સાથે ઉભો રહેશે. મુસ્લિમ સમાજનું કહ્યું છે કે ભારત દેશનાં 25 કરોડ જેટલા મુસલમાનોને તકલીફ પડે છે પાકિસ્તાનમાં નેતાઓ નથી, બની બેસેલા લુટેરાઓ અને ડાકુઓ છે. આ તમામ બાબતો ભારતની જનતાને સમજવાની જરૂર છે.












