અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક ગંભીર, ડ્રાઈવર ફરાર

Ahmedabad News: અમદાવાદ શહેરમાં વાહનચાલકોની બેદરકારી અને સ્પીડના કારણે માર્ગ અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક દિલધડક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પુરપાટ ઝડપે આવતી BRTS બસે એક બાઈકને જોરદાર ટક્કર મારી છે.

ડી-માર્ટ પાસે સર્જાયો ભયાનક અકસ્માત

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પસાર થઈ રહેલી એક BRTS અને બાઈક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે આસપાસ ઉભેલા લોકો પણ ધડાકો સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. બસની સ્પીડ વધારે હોવાના કારણે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે.

અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર, લોકોના ટોળેટોળા ઉમટ્યા

આ દુર્ઘટના સર્જાયા બાદ તરત જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે રોડ પર મોટા પ્રમાણમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાના ડરથી હોબાળો મચતા જ બીઆરટીએસ બસનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. ડ્રાઈવરના આ નકારાત્મક વલણના કારણે ત્યાં એકઠા થયેલા લોકોમાં તંત્ર અને ડ્રાઈવર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

સ્થાનિક લોકોએ અકસ્માત અંગે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર બીઆરટીએસ ડ્રાઈવરને પકડવા માટે આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં 9થી 14 વર્ષના બાળ મજૂરી કરતા બાળકો મળી આવ્યા
Back to top button