અમદાવાદ : AMC હસ્તકના સ્મશાનમાં QR કોડ લગાવાયા, મરણ નોંધણી સરળ બનશે

- પ્રક્રીયા સરળ બનાવવા મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં QR કૉડ લગાવાયા
- ફોર્મ ડાઉનલોડ કરી મૃત્યુ થયુ હોય એ વોર્ડની ઓફિસમાં જમા કરાવવુ પડશે
- મૃત્યુની નોંધ 21 દિવસની અંદર જે તે વોર્ડની ઓફિસ ખાતે થઈ શકશે
અમદાવાદ મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં QR કૉડ લગાવાયા છે. QR કૉડની મદદથી મૃતકના સગા-સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી મૃત્યુ થયુ હોય એ વોર્ડની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો મરણની નોંધ સરળતાથી થઈ શકશે.
પ્રક્રીયા સરળ બનાવવા મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં QR કૉડ લગાવાયા
મ્યુનિ.હદમાં જે મૃત્યુ થયુ હોય એની નોંધ મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોય તે સંજોગોમાં જે તે હોસ્પિટલ દ્વારા મ્યુનિ.તંત્રને વિગત મોકલાતી હોય છે. પરંતુ જેઓના ઘરે મૃત્યુ થયુ હોય તેમના સગા-સંબંધીઓને અત્યાર સુધી મરણની નોંધ કરાવવા વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી ફરી મરણ નોંધણી કરાવવા જવુ પડતુ હતુ. આ પ્રક્રીયા સરળ બનાવવા મ્યુનિ.સંચાલિત તમામ સ્મશાનગૃહમાં QR કૉડ લગાવાયા છે.
મૃત્યુની નોંધ 21 દિવસની અંદર જે તે વોર્ડની ઓફિસ ખાતે થઈ શકશે
મૃતકના સગા સંબંધી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી વિગત ભરી જરૂરી આધાર પુરાવા સાથે જે વોર્ડમાં મરણ થયુ હોય એ વોર્ડમાં આવેલી જન્મ-મરણની ઓફિસમાં ફોર્મ જમા કરાવશે તો સરળતાથી મરણ નોંધ થઈ શકશે. મૃત્યુની નોંધ 21 દિવસની અંદર જે તે વોર્ડની ઓફિસ ખાતે થઈ શકશે. 21 દિવસથી 1 વર્ષ સુધીમાં નોંધણી કરાવવા માટે જન્મ-મરણ વિભાગની હેડ ઓફિસ ખાતે નોંધણી થઈ શકશે.
આ પણ વાંચો: સુરતના આ વિસ્તારમાંથી 4 બોગસ ડૉક્ટરો ઝડપાયા, દર્દીઓમાં ચિંતા વ્યાપી












