અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: 18 ગુનાઓનો કુખ્યાત આરોપી 1,11,500/-ની ઘરફોડ ચોરીમાં દીકરી સાથે ઝડપાયો; ગેંગ બનાવીને આપતો હતો અંજામ

11 મે 2025 અમદાવાદ: શહેરના મણિનગર ખાતેનાં સ્વામિનારાયણ મંદિરની સામે, પંચવટી સોસાયટી, ઘનશ્યામ ભુવન બંગલોમાં ઘરફોડ ચોરી કરી નાસી છૂટેલા કુખ્યાત આરોપીને મણિનગર પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 18થી વધુ ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશને નોંધાયેલા છે. 1,11,500 રૂપિયાની થયેલી ઘરફોળ ચોરીનાં ગુનામાં બાપ દીકરીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ઘરફોડ ચોરીના માસ્ટર માઈન્ડને આ રીતે પકડ્યો
અમદાવાદ શહેર J ડિવિડન ACP પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસારના રહેણાંક મકાનના દરવાજાનું તાળું તોડી, પ્રવેશ કરી, અજાણ્યા આરોપીઓ મકાનમાં રાખેલ રોકડા રૂ. 67,000/- ચાંદીની વાટકીઓ નંગ 03, ચાંદીના ગ્લાસ નંગ 02, ચાંદીના સિક્કા 05, ચાંદીનો જોડો, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી, વિગેરે મળી, કુલ રૂ. 1,11,500/-ની ચોરી કરી નાસી જતા મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ CCTV ફૂટેજ ચેક કરતા, આ ગુન્હામાં પુરુષ અને સ્ત્રી એવા બે આરોપીઓ એકટીવા મોટર સાયકલ ઉપર આવતા અને ઘરમાં પ્રવેશતા નજરે પડ્યા હતા. અસંખ્ય કેમેરાઓ ચેક કરતા એકટીવાનાં નંબરના આધારે મૂળ માલિક સુધી પહોંચ્યા હતા. પરંતુ મૂળ માલિકના જણાવ્યા મુજબ આશરે 9 મહિના જેટલા સમય પહેલા નારોલ વિસ્તારમાં આવેલ એક્સીસ બેંક ખાતેથી ચોરી થઈ ગયું હતું. સીસીટીવીના આધારે વધુ તપાસ કરતા વધુ પુરાવો મળતા પોલીસની ટીમ જમી લે વેચનો વેપાર કરતા સુરેશભાઈ ભરવાડની ઓફિસે પહોંચી હતી. ત્યાં વિગત મળતા જાણવા મળ્યું હતું કે છોકરી ઉમાબેન અને એનો બાપ લાખાભાઇ દેવીપૂજક એક જમીનના પ્લોટ રાખ્યો હતો જે માટે પૈસાની જરૂર પડતા મણીનગર ખાતે બંગલામાં ચોરીને અંજામ આપ્યો હતો.

2007થી 2024 સુધીમાં 18 ગુનાઓનો રેકોર્ડ
ACPએ વધુમાં જણાવ્યું હતું કે કુખ્યાત આરોપી લાખાભાઈ દેવીપુજક હાલ અમદાવાદના નારોલ વિસ્તારમાં રહે છે અને તે મૂળ પાટણનો વતની છે. માલાભાઈ દેવીપૂજક ભૂતકાળમાં 2007થી 2024 દરમિયાન અમદાવાદ શહેરના નરોડા, પાટણ જિલ્લાના બી ડિવિઝન, બનાસકાંઠા જિલ્લાના થરાદ, કચ્છ જિલ્લાના આદિપુર, ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીનગર જિલ્લાના અડાલજ, સેક્ટર 07, રાજકોટ શહેરના ગાંધીગ્રામ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સહિતના આશરે દશેક પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ હોવાની અને રાજકોટ શહેરના ગુનાઓમાં પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલ આશરે 18 (દોઢ ડઝન) ગુનાઓની વિગત ખુલવા પામી હતી.

અત્રે મહત્વનું છે કે મણિનગર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીનો મુદામાલ તથા ગુન્હામાં વાપરેલી અને નારોલ પોલીસ સ્ટેશન ખાતે ચોરી કરેલી એકટીવા સહિતનો મળી, કુલ રૂપિયા 60,000/-નો મુદામાલ કબજે કરી સમગ્ર ગેંગ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button