અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

EVENING NEWS CAPSULEમાં વાંચો અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા,ગુજરાતી યુવાનનો મૃતદેહ અમેરિકાએ મોકલવાની ના પાડી, ગેંગરેપ બાદ શું કર્યો સગીરાનો હાલ

અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ બુટલેગરો બેફામ બન્યા છે એ વાત જગજાહેર છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી દારૂબંધીના લીરેલીરા ઉડાડતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શહેરના થલતેજ-શીલજ બ્રિજ નીચે બેરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું જોઈ શકાય છે. ત્યારે આ વીડિયો પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરે છે.

વધુ વાંચો :અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા: થલતેજ-શીલજ બ્રિજ નીચે બેરોકટોક દારૂનું વેચાણ 

રાહુલ ગાંધીનું સભ્યપદ ક્યારે પુનઃસ્થાપિત થશે?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શુક્રવારે (4 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવો જરૂરી છે.

વધુ વાંચો : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ ક્યારે પુનઃસ્થાપિત થશે? જાણો સૌથી મોટા પ્રશ્નનો જવાબ

પાટણના દર્શિલ ઠક્કર નામના યુવાનનું અમેરિકામાં મૃત્યુ

પાટણથી અમેરિકા ફરવા માટે ગયેલા ગુજરાતી યુવકને કાળનો ભેટો થઇ ગયો હતો. જેમાં પિતા સાથે વિડીયો કોલ પર વાત કરતા સમયે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે સિગ્નલ ખુલી જતા પુરપાટ ઝડપે આવી રહેલી 14 જેટલી ગાડીઓ તેના પરથી પસાર થઈ ગઈ હતી. જેના કારણે દર્શિલ ઠક્કરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે અંગે પરિવારને જાણ થતા મૃતદેહને ભારત લાવવા માટે પી.એમ.ઓ, સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. જો કે, હવે અમેરિકામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા પાટણના દર્શિલ ઠક્કરના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.

વધુ વાંચો : પાટણના સાયન્સ સેન્ટરમાં લોકાર્પણથી અત્યાર સુધી 7 લાખથી વધુ પ્રવાસીઓ લઈ ચુક્યા છે મુલાકાત

ગેંગરેપ બાદ શરીરના અડધા બળેલા અંગોને તળાવમાં ફેંક્યા

ભીલવાડામાં 14 વર્ષની સગીરાને ગેંગરેપ બાદ સળગાવી દેવાનો મામલામાં મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બળાત્કાર બાદ બદમાશોએ સગીરાના શરીરને કોલસાની ભઠ્ઠીમાં સળગાવી દીધું હતું અને જ્યારે શરીરનો કેટલોક ભાગ બળ્યો નહીં ત્યારે તેઓએ કૃત્ય છુપાવવા માટે બોડી પાર્ડ્સને લગભગ એક કિલોમીટર દૂર તળાવમાં ફેંકી દીધા હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો : રાજસ્થાનમાં સગીરા સાથે ગેંગરેપ બાદ ભઠ્ઠીમાં સળગાવી દીધી, નરાધમોએ શરીરના અડધા બળેલા અંગોને તળાવમાં ફેંક્યા

ગેરકાયદેસર નોનવેઝની લારીઓ બંધ કરાવવા ધારાસભ્યની રજૂઆત

શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે દરેક ધર્મ પ્રેમીઓ એવું જ ઈચ્છે કે પોતાના વિસ્તારમાં જે નોનવેઝનું વેચાણ થાય છે એ બંધ થાય તો વધું સારુ ત્યારે એવામાં જ અમરેલી જિલ્લામા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આજે અમરેલી SP હિમકર સિંહને રૂબરૂ લેખિતમાં રજુઆત કરી છે. રાજુલા શહેરના વિવિધ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા લાયસન્સ આપવામાં ન આવ્યા હોવા છતાં નોનવેઝની લારીઓ, કેબીનો ધમધમી રહી છે. તે તાકીદે બંધ કરાવવા માટેની રજૂઆતો કરવામાં આવી છે.

વધુ વાંચો :  ગેરકાયદેસર નોનવેઝની લારીઓ બંધ કરાવવા ધારાસભ્યની રજૂઆત

અમદાવાદમાં વધુ એક લવજેહાદ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક લવ જેહાદનો મામલો સામે આવતા ખળભળાય મચી જવા પામ્યો છે. જેમાં ઈલિયાસ નામના યુવકે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો : નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી કોઈ લવજેહાદ કરશે તો છોડીશું નહી: હર્ષ સંઘવી

Back to top button