ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાનમાં સગીરા સાથે ગેંગરેપ બાદ ભઠ્ઠીમાં સળગાવી દીધી, નરાધમોએ શરીરના અડધા બળેલા અંગોને તળાવમાં ફેંક્યા

Text To Speech
  • ગેંગરેપ બાદ શરીરના અડધા બળેલા અંગોને તળાવમાં ફેંક્યા
  • ગેરમાર્ગે દોરવા માટે એક કિમી દૂર બોડી પાર્ટ્સ છુપાવ્યા
  • 4 મહિલાઓ પણ કસ્ટડીમાં

ભીલવાડામાં 14 વર્ષની સગીરાને ગેંગરેપ બાદ સળગાવી દેવાનો મામલામાં મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બળાત્કાર બાદ બદમાશોએ સગીરાના શરીરને કોલસાની ભઠ્ઠીમાં સળગાવી દીધું હતું અને જ્યારે શરીરનો કેટલોક ભાગ બળ્યો નહીં ત્યારે તેઓએ કૃત્ય છુપાવવા માટે બોડી પાર્ડ્સને લગભગ એક કિલોમીટર દૂર તળાવમાં ફેંકી દીધા હોવાનું સામે આવ્યું છે.

અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.તેમણે જણાવ્યું છે કે, બે દિવસના સર્ચ ઓપરેશન બાદ શુક્રવારે સવારે તળાવમાંથી સગીરના શરીરના અંગો મળી આવ્યા હતા. એફએસએલની ટીમે મૃતદેહના અંગોને મોર્ચરીમાં લઈ ગયા છે.તે સમયે પોલીસે મોડી રાત સુધી આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે.આ ઉપરાંત આરોપીના પરિવારની ચાર મહિલાઓની પણ અટકાયત કરવામાં આવી છે. જે બાદ આ અંગે જ્યારે ભઠ્ઠામાં હાજર આરોપીઓની પૂછપરછ કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે, માસૂમ પર સામૂહિક બળાત્કાર કરીને તેને સળગાવી દેવામાં આવી હતી.

મહત્વનું છે કે, જિલ્લાના કોટરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. સાંજ સુધી પુત્રી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ ગ્રામજનો સાથે મળીને શોધખોળ શરૂ કરી હતી.આ દરમિયાન રાત્રે 10 વાગ્યે ગામથી 1 કિલોમીટર દૂર પીડિતાના પિતાએ ખેતરમાં કોલસાની ભઠ્ઠી સળગતી જોઈ.શંકાના આધારે ત્યાં પહોંચતા સગીરની મોજડી મળી આવી.જેને આધારે પોલીસે તપાસ હાથધરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત! ૪૦ ટકા જગ્યા ભરાઈ નથી

Back to top button