ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી કોઈ લવજેહાદ કરશે તો છોડીશું નહી: હર્ષ સંઘવી

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક: દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા જનસંપર્ક અભિયાન અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરાના વોર્ડ નંબર 10 ખાતે જન સંપર્ક અભિયાન હાથ ધર્યું હતું. તેઓએ મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે જનસંપર્ક કરી વડીલો સાથે વાતચીતો કરી હતી.

HARSH - Humdekhengenews
હર્ષ સંધવીએ લોકો સાથે વાતચીત કરી

 

હોટલમાં જઈ ચેકિંગ કરવાના આદેશ:  સ્થાનીકો સાથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે સરકાર ખૂબ ગંભીર પગલા ભરી રહી છે. રાજ્યની પોલીસને દરેક હોટલમાં જઈ ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. હાલમાં સુરતમાં ચાની લારીથી લઈ હોટેલ સુધી ફરીને રજીસ્ટ્રેશન કરવાની પણ સૂચના આપી છે. વડોદરા શહેરની ઘટનામાં મેં તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા આદેશ આપ્યા હતા. અરવલ્લીની ઘટનામાં પણ પરિવાર તૈયાર ન થતાં સરકારે સરકાર તરફે ફરિયાદ નોંધી છે. તમામ કિસ્સામાં કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે.

HARSH - Humdekhengenews
ગૃહ રાજ્યમંત્રીએ મહિલા સાથે વાતચીત કરી હતી

આવી ઘટના બનતા રોકી શકાય: તેઓએ આગળ એમ પણ જણાવ્યુ કે, ઘણા પરિવારો આવા કિસ્સાઓ છુપાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, તમને લોકોને મારી વિનંતી છે કે, આ પ્રકારની કોઈ પણ માહિતી માળતા જ પોલીસને જાણ કરો. જેથી કરીને આવી ઘટના બનતા રોકી શકાય.

HARSH - Humdekhengenews
ભાજપ બહુમતીથી ફરીથી સરકાર બનાવશે તેવો દાવો રાજ્ય ગૃહ મંત્રી એ કર્યો હતો

ભાજપ મોટા માર્જીનથી જીતશેઃ મોદી સરકાર 9 વર્ષની સફળતા પર બોલતા તેમણે કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તમામ 26 બેઠક મોટા માર્જીનથી જીતશે તેવો અમને વિશ્વાસ છે. આ વખતે 2024માં ફરી એકવાર લોકોએ ભાજપ સરકાર બનાવવાનું મન બનાવ્યું છે. આ વખતે ફરી એકવાર ભાજપ નવો ઇતિહાસ લખશે.

 

 

Back to top button