ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રશ્મિકા મંદાના પછી ઐશ્વર્યા રાયનો ટાઈગર 3ના ગીત પર ડાન્સનો ડીપફેક વીડિયો વાયરલ

  • રશ્મિકા મંદાના અને સારા તેંડુલકર બાદ ઐશ્વર્યા રાય ડીપફેકનો શિકાર
  • સોશિયલ મીડિયામાં ટાઈગર 3ના ગીત પર ડાન્સનો ડીપફેક વીડિયો થયો વાયરલ

ડીપફેક વીડિયોને લઈને અત્યારે ઘણી ચર્ચા ચાલી રહી છે. પહેલા રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પછી સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર પણ તેની જાળમાં ફસાઈ ગઈ. ત્યારબાદ હવે અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ ડીપફેક વીડિયોની શિકાર બની છે. હાલ સોશિયલ મીડિયામાં અભિનેત્રી ઐશ્વર્યા રાયનો ડીપફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય ટાઈગર 3ના ગીત ‘લેકે પ્રભુ કા નામ’  પર ડાન્સ કરતી જોવા મળે છે. સેલેબ્સની સાથે સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ ડીપફેક વિશે ચિંતા વ્યક્ત કરી છે અને તેના પર કડક કાયદો લાવવાની અપીલ કરી છે.

શું છે અભિનેત્રી ઐશ્વર્યા રાયના આ ડીપફેક વીડિયોમાં ?

 

View this post on Instagram

 

A post shared by MemeUniverseX (@memeuniversex_)

સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય જોવા મળી રહી છે. આ એક ટ્રાન્ઝિશન વીડિયો છે, જેમાં ઐશ્વર્યા પહેલા સામાન્ય જીન્સ-ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે અને ટ્રાન્ઝિશન પછી તે સાડીમાં જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3નું ગીત લેકે પ્રભુ કા નામ વાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ એક ડીપ ફેક વીડિયો છે અને આ વીડિયોમાં દેખાતી છોકરી અભિનેત્રી ઐશ્વર્યા રાય નથી.

અદિતિ પંડિત નામની યુવતીનો ઓરીજનલ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Aditi Pandit 🙈 (@iamaditipandit0)

જો તમે આ વિડિયો ધ્યાનથી જોશો તો તમને બે વાત સમજાશે. પહેલું, વીડિયોમાં ઐશ્વર્યા રાયનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે અને બીજું, વીડિયોમાં જે ડાન્સ છે તે સલમાન ખાનના ગીત પર નથી, એટલે કે સ્ટેપ્સ અન્ય કોઈ ગીતના છે. આ વીડિયોમાં તે ખરેખર અદિતિ પંડિત નામની યુવતી છે, જે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ તેના વીડિયોને પસંદ કરે છે. વાસ્તવિક વીડિયોમાં, અદિતિ પ્રિયંકા ચોપરાના ગીત દેસી ગર્લ પર ડાન્સ કરી રહી છે, જે વિડીયો તેણીએ 19 ઓક્ટોબરના રોજ શેર કર્યો હતો.

અગાઉ રશ્મિકા મંદાના- સારા તેંડુલકર પણ ડીપફેકનો ભોગ બન્યા હતા

ઉલ્લેખનીય છે કે, રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો સૌથી પહેલા લોકોની સામે આવ્યો હતો. જેમાં ઝારા પટેલ નામની યુવતીના વિડિયોમાં રશ્મિકા મંદાનાનો ચહેરા લગાવવામાં આવ્યો હતો. આ વીડિયોની ચકાસણી પછી, અમિતાભ બચ્ચન સહિત અન્ય ઘણી હસ્તીઓએ ડીપફેક સામે અવાજ ઉઠાવ્યો હતો. રશ્મિકા પછી સારા તેંડુલકરનો શુભમન ગિલ સાથેનો ફોટો વાયરલ થયો હતો, જે વાસ્તવમાં ભાઈ અર્જુન તેંડુલકર સાથે હતો. જ્યારે હવે ઐશ્વર્યા રાયનો ડીપફેક વીડિયો વાયરલ થવા લાગ્યો છે.

આ પણ જુઓ :રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મામલે નોંધાઈ FIR, SITની રચના

Back to top button