ટ્રેન્ડિંગમનોરંજન

Tiger 3 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સલમાન ખાન અને કેટરિના કૈફની સુપરહિટ જોડી

Tiger 3: ટાઈગર 3ના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેનો હવે અંત આવ્યો છે. ટાઈગર 3નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાન અને કેટરિના કૈફની સુપરહિટ જોડી ફરી આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના તહેવાર પર રિલીઝ કરવામાં આવશે. ટાઈગર 3માં ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં જેવા મળશે. ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે.

બોક્સ ઓફિસ પર ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ હવે ‘ટાઈગર 3 ધુમમચાવા આવી રહી છે. સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ટાઈગર 3નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાન એક્શન, ડ્રામા, રોમાંચ અને રોમાન્સથી ભરપૂર ટાઇગર 3 સાથે ધૂમ મચાવવા તૈયાર છે.

 

ચાહકોને Tiger 3નું ટ્રેલર ગમ્યું

ટાઇગર 3 ના ટ્રેલરે આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. સલમાનનો એક્શન અવતાર જોઈને ચાહકો પ્રભાવિત થયા છે. આ વખતે બોલિવૂડનો સીરીયલ કિસર ઈમરાન હાશ્મી અવિનાશ સિંહ રાઠોડ અને ઝોયાની ફિલ્મમાં વિલનનો રોલ કરશે. ટ્રેલર પરથી ઈમરાનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. તેને વિલન અવતારમાં સલમાન ખાન સાથે ગડબડ કરતા જોવા ચાહકો માટે એક ટ્રીટ બની રહેશે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર લોકો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 2 મિનિટ 51 સેકન્ડના ટ્રેલરમાં સલમાનનું તોફાની એક્શન જોવા મળ્યું હતું. આ સાથે જ કેટરીનાના એક્શન સીન્સ પણ ખુબજ જોરદાર છે.

યશરાજ ફિલ્મ્સની સૌથી મોંઘી ફિલ્મ:

દર્શકો ઘણા સમયથી યશરાજ ફિલ્મ્સની સુપરહિટ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. એક્શન થ્રિલર ફિલ્મ ટાઈગર 3નું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. આ ફિલ્મ 2012માં રિલીઝ થયેલી ‘એક થા ટાઈગર’ અને 2017માં રિલીઝ થયેલી ‘ટાઈગર ઝિંદા હૈ’ની સિક્વલ છે. ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે યશરાજ ફિલ્મ્સનો અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે. ફિલ્મમાં રેવતી, રિદ્ધિ ડોગરા, રણવીર શૌરી, કુમુદ મિશ્રા, વિશાલ જેઠવા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મેકર્સે ફેન્સ માટે એક મોટું સરપ્રાઈઝ પણ રાખ્યું છે. સલમાનની આ ફિલ્મમાં તેના ખાસ મિત્ર શાહરૂખ ખાનનો કેમિયો જોવા મળશે.

અવારનવાર ઈદ પર આવતા સલમાન આ વખતે દિવાળી પર ધમાકો કરવા જઈ રહ્યા છે. તેમની આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં 12 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. ટ્રેલર જોયા બાદ ચાહકોમાં ફિલ્મ જોવાની આતુર્તા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: PM મોદીએ અમિતાભને કહ્યું, તમારી સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત હજુ બાકી છે

Back to top button