ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

પરિસીમન અને ONOEનો રસ્તો સાફ? અધિર રંજનનો દાવો- TMCના બાગી સાંસદો પૂરું કરશે મોદીનું સપનું

Adhir Ranjan Chowdhury: TMCમાં ચાલી રહેલી બગાવત મુદ્દે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ પોતાના એજન્ડાને આગળ વધારવા માટે ટીએમસીમાં બળવાનો ઉપયોગ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદીની સરકાર હવે સંસદમાં સીમાંકન બિલ અને વન નેશન, વન ઇલેક્શન જેવા મહત્વપૂર્ણ બિલ સરળતાથી પસાર કરશે.

અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદો ભાજપ અને નરેન્દ્ર મોદીના અધૂરા સપના પૂરા કરશે. ભાજપ હવે સંસદમાં સીમાંકન બિલ અને વન નેશન, વન ઇલેક્શન (ONOE) બિલ સરળતાથી પસાર કરાવી શકશે. 2011માં સત્તામાં આવ્યા બાદ TMCએ બંગાળના વિકાસના નામે કોંગ્રેસના કાર્યકરોને પંચાયત સ્તરે પાર્ટી છોડવા માટે દબાણ કર્યું હતું. હવે એ જ સ્થિતિ TMC સામે ઊભી થઈ રહી છે. ચૌધરીએ કટાક્ષ કરતાં કહ્યું કે, ભાજપ હવે બંગાળમાં પોતાની રાજકીય સફળતા બાદ દેશના વિકાસના નામે TMCના ટુકડા-ટુકડા કરી રહી છે.

પોતાના એજન્ડા સાથે આગળ વધી રહ્યુ છે ભાજપ

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે TMCના બાગી સાંસદો ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે. તેમણે સીધા ભાજપમાં જોડાઈ જવું જોઈએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, “TMCના બાગી સાંસદો ભાજપ સાથે ડૂબકી મારીને ન્હાવા તો માંગે છે, પરંતુ પોતાના માથાના વાળ ભીના કરવા માંગતા નથી.” એટલે કે તેઓ ભાજપ સાથે રાજકીય રીતે જોડાવા માંગે છે, પણ ખુલ્લેઆમ તેનો સ્વીકાર કરવા તૈયાર નથી.

તેમણે કહ્યું કે ભાજપ આ સુવર્ણ તકનો લાભ લેવા માંગે છે. હવે ભાજપ સંસદમાં પેન્ડિંગ તમામ બિલો પસાર કરશે. ભાજપનો એજન્ડા ઘણો મોટો છે અને પરિસીમન બિલ તેમજ ‘વન નેશન, વન ઇલેક્શન’ (ONOE) જેવા મહત્વપૂર્ણ કાયદાઓ પસાર કરવા માટે જે રાજકીય સમર્થનની જરૂર છે, તે મેળવવાની દિશામાં ભાજપ સક્રિય રીતે આગળ વધી રહ્યુ છે.

યુસુફ પઠાણે કુરાન વહેંચીને તેમને હરાવ્યા

યુસુફ પઠાણની ભૂમિકા વિશે, અધીર રંજન ચૌધરીએ 2024 ની બહેરામપુર ચૂંટણીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે યુસુફ પઠાણને તેમની સામે મેદાનમાં ઉતાર્યા કારણ કે તેમને હરાવવા માટે મુસ્લિમ ઉમેદવારની જરૂર હતી. ટીએમસીએ “બાર બાર દાદા કો, ઇસ બાર ભાઈજાન કો” ના નારા આપ્યા હતા. યુસુફ પઠાણે મૌલવીઓ સાથે મસ્જિદોની મુલાકાત લીધી અને કુરાનનું વિતરણ પણ કર્યું.

તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે TMCએ ચૂંટણી દરમિયાન મતદારોને ધાર્મિક આધાર પર વહેંચવાનો પ્રયાસ કર્યો હતો અને 30 ટકા હિંદુ તથા 70 ટકા મુસ્લિમ મતદારોનું રાજકીય ગણિત રજૂ કર્યું હતું. ત્યારબાદ વિસ્તારમાં તણાવ અને હિંસાની ઘટનાઓ બની, જેના કારણે તેઓ ચૂંટણી હારી ગયા. તેમણે યુસુફ પઠાણ અંગે કટાક્ષ કરતાં કહ્યું કે યુસુફ પઠાણ TMC દ્વારા બનાવેલી કઠપૂતળી છે.

આ પણ વાંચો: મમતા બેનર્જીના કાલીઘાટ કાર્યાલયે પહોંચી CIDની ટીમ, પૂર્વ TMC ધારાસભ્ય સબ્યસાચી દત્તા 8 દિવસની પોલીસ કસ્ટડીમાં

Back to top button