ટ્રેન્ડિંગમનોરંજન

અભિનેત્રી નેહા શર્મા બિહારમાં પિતા માટે રોડ શો કરતી જોવા મળી

  • ‘તુમ બિન-2’ અને ‘ક્રુક’ જેવી ફિલ્મોની અભિનેત્રી નેહા શર્મા આજે તેના પિતા અજીત શર્માના સમર્થનમાં રોડ શો કરી રહી હતી, જે કોંગ્રેસની ટિકિટ પર ભાગલપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે

25 એપ્રિલ, પટણાઃ બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા બિહારમાં એક રોડ શોમાં ભાગ લેતી જોવા મળી હતી. ‘તુમ બિન-2’ અને ‘ક્રુક’ જેવી ફિલ્મોની અભિનેત્રી નેહા શર્મા આજે તેના પિતા અજીત શર્માના સમર્થનમાં રોડ શો કરી રહી હતી, જે કોંગ્રેસની ટિકિટ પર ભાગલપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેના રાજકારણમાં આવવાની અફવાઓ વચ્ચે નેહાએ સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર તેના પિતા માટે પ્રચાર કરી રહી છે.

નેહાએ ઈન્સ્ટાગ્રામ પર બાંકા, કિશનગંજ, કટિહાર અને પૂર્ણિયા સહિત બિહારના વિવિધ જિલ્લાઓની પોતાની યાત્રાનો એક વીડિયો શેર કર્યો છે. તે પારંપરિક સલવાર કમીઝ પહેરીને જનતાનું અભિવાદન ઝીલી રહી હતી અને તેમને વોટ આપવા માટે પ્રોત્સાહિત કરતી હતી.

રોડ શો દરમિયાન પીરપૈંતી અને કહલગામમાં ભારે ભીડે અભિનેત્રીનું સ્વાગત કર્યું. 36 વર્ષની અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે જ્યારે કોઈ તમને પોતાના દિલમાં જગ્યા આપે છે તો તમે હંમેશા માટે ત્યાં રહી જાવ છો. તમે લોકોએ મને જે પ્રેમ અને સમર્થન આપ્યું છે, તેનાથી મારું દિલ ભરાઈ ગયું છે. પીરપૈંતી અને કહલગામમાં સ્વાગત માટે ધન્યવાદ. તમારા પ્રેમની કદર કરું છું.

ભાગલપુર લોકસભા બેઠક પર બીજા તબક્કામાં એટલે કે 26 એપ્રિલે ચૂંટણીઓ યોજાવાની છે. આ બેઠક પર કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરનારા અજીત શર્માની હરિફાઈ જેડીયૂના અજય કુમાર મંડલ સામે છે.

આ પણ વાંચોઃ BCCI ટૂંક સમયમાં લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય, હવે આ ખેલાડીઓ થશે અમીર

Back to top button