ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

અચ્છે દિન ચાલુ આહે… મૂડીઝે ફરી ભારતીય અર્થતંત્રની મજબૂતી પર વિશ્વાસ વ્યક્ત કર્યો

  • ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું મૂડીઝ રેટિંગ્સનું અનુમાન

નવી દિલ્હી, 15 મે: ભારતીય અર્થતંત્ર(Indian Economy) વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તેની આવી ઝડપી ગતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. વિશ્વ બેંક(World Bank)થી લઈને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સુધી બધાએ આ વાત સ્વીકારી છે અને હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે(Moody’s) પણ તેને મંજૂરી આપી દીધી છે. મૂડીઝ રેટિંગ્સે મંગળવારે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ(FY25)માં 6.6 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું છે. ફિચ રેટિંગ હોય કે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) બધાને ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી ગતિ પર વિશ્વાસ છે અને હવે આ યાદીમાં મૂડીઝ રેટિંગનું નામ પણ સામેલ થઈ ગયું છે.

 6.6%ની ગતિથી આગળ વધશે અર્થવ્યવસ્થા

મૂડીઝ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ઝડપી આર્થિક વૃદ્ધિ સાથે મજબૂત લોનની માંગ NBFC ક્ષેત્ર (NBFC Sector)ની નફાકારકતાને સમર્થન મળશે અને આ સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે. એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે અને આગામી નાણાકીય વર્ષમાં 6.2 ટકાના દરે વૃદ્ધિ પામશે.

રેટિંગ એજન્સીએ NBFC વિશે શું વાત કહી?

મૂડીઝ અનુસાર, છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ 8 ટકા રહેવાની ધારણા છે. NBFC વિશે વાત કરતાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે ભંડોળનો ખર્ચ વધી રહ્યો છે અને મજબૂત આર્થિક સ્થિતિ NBFCને સંપત્તિની ગુણવત્તા જાળવી રાખવામાં મદદ કરશે. જો કે, વ્યાજ દરમાં વધારો થવાથી તેમના ગ્રાહકો પર દેવાનો બોજ વધી શકે છે. આનાથી NBFCમાં મજબૂત ધિરાણ વૃદ્ધિ થશે, જે તેમના નફા પર ખર્ચનું દબાણ ઘટાડશે અને ક્ષેત્રને મજબૂત બનાવશે.

ભારતના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતની વિશાળ અર્થવ્યવસ્થામાં લોકો અને વ્યવસાયો વચ્ચે લોનની જરૂરિયાતોને પહોંચી વળવામાં NBFC મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. સૌથી મોટી 20 NBFC પાસે મજબૂત બજાર સ્થિતિ અને હોમ લોન(Home Loan) અથવા ઓટો લોન(Auto Loan) અથવા અન્ય ચોક્કસ પ્રકારની લોન ઓફર કરવાનો લાંબો ઇતિહાસ છે. એજન્સી મુજબ, આ સિવાય, તેમાંથી મોટા ભાગની માલિકી સરકાર અથવા મોટા કોર્પોરેટ ગ્રુપ્સ ધરાવે છે, જે તણાવના સમયમાં તેમના ભંડોળને સ્થિરતા પ્રદાન કરશે.

RBI સહિત વૈશ્વિક એજન્સીઓના આ અંદાજો

ઉલ્લેખનીય છે કે, મૂડીઝ રેટિંગ્સ દ્વારા FY25 માટે જાહેર કરવામાં આવેલો GDP વૃદ્ધિ(GDP Growth)નો અંદાજ આરબીઆઈ અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા અંદાજ કરતાં ઓછો છે, પરંતુ તે ડેલોઈટના અનુમાનની બરાબર છે. મહત્ત્વપૂર્ણ છે કે, RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો છે. આ સિવાય એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને ફિચ રેટિંગ્સે(Fitch Ratings) પણ 7 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે, જ્યારે S&P ગ્લોબલ રેટિંગ્સ અને મોર્ગન સ્ટેન્લીએ 6.8 ટકાની આગાહી કરી છે. ડેલોઇટ વિશે વાત કરતાં તેણે કહ્યું છે કે, અર્થતંત્ર 6.6 ટકાના દરે વૃદ્ધિ કરશે.

આ પણ જુઓ: કંપનીઓ તરફથી સતત આવતા ફોનના ત્રાસથી ટૂંક સમયમાં રાહત મળી શકે છે

Back to top button