સાવધાની હટી દુર્ઘટના ઘટી, દીદી સાથે થયું કઈક આવું કે…જુઓ વાયરલ વીડિયો

HD ન્યુઝ ડેસ્ક, 23 ઓકટોબર 2025: તમે આ વાક્ય તો અનેક વખત સાંભળ્યું અને વાંચ્યું હશે કે “સાવધાની હટી – દુર્ઘટના ઘટી”. રસ્તા પર ચાલતી વાહનોની પાછળ આ સૌથી વધુ લખેલું જોવા મળે છે અને આ વાત દરેક જગ્યાએ અને દરેક માટે લાગુ પડે છે. એવું નથી કે વાહનોની પાછળ આ વાત લખી છે તો માત્ર રસ્તા પર જતી વખતે જ સાવધાની રાખવાની જરૂર છે. ઘરમાં પણ અનેક કામ એવા હોય છે જે કરતી વખતે આપણે સાવધાની રાખવી પડે છે અને જો એમ ન કરીએ તો કંઈ પણ થઈ શકે છે. આ વાતને સાબિત કરવા માટે જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
છોકરી સાથે શું થયું?
હાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાય છે કે એક છોકરી પોતાના ઘરની અંદરથી બહાર નીકળે છે. તેના હાથમાં એક થાળી છે જેમાં અનેક દીવા છે. હવે છોકરી તેમાંથી એક દીવો ઉઠાવે છે અને એક જગ્યાએ મૂકે છે. આમ કરતી વખતે તે વીડિયો બનાવડાવી રહી હતી, તેથી તેણે કેમેરા તરફ જોયું અને એ જ વખતે નાનકડી ઘટના બની ગઈ.છોકરીના વાળ એક દીવાના સંપર્કમાં આવી જાય છે અને તે આગ પકડી લે છે. રાહતની વાત એ છે કે છોકરીને તરત જ ખબર પડી જાય છે અને તેણે આગને બુઝાવી દીધી.
रील फैशन के चक्कर में दीपावली सत्यानाश हो गया…. pic.twitter.com/lRqEKDYoZJ
— Vatsala Singh (@_vatsalasingh) October 22, 2025
વાયરલ વીડિયો
તમે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર દિવાળી પછી અનેક એવા વીડિયો જોયા હશે જેમાં નાની બેદરકારીથી કંઈક ને કંઈક કાંડ થયો જ હશે અને હમણાં જોયેલો વીડિયો પણ એ જ પૈકીનો એક છે. આ વીડિયોને X પ્લેટફોર્મ પર @_vatsalasingh નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે, “રીલ ફેશનના ચક્કરમાં સત્યનાશ થઈ ગયો.” સમાચાર લખાયા ત્યાં સુધી વીડિયોને 13 હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે.
આ પણ વાંચો : ભાઈબીજના દિવસે સોનાની કિંમતમાં વધારો, જાણો 23 ઓકટોબરે પોતાના શહેરના ભાવ












