અમદાવાદમાં સરકાર માન્ય લાયસન્સી સર્વેયર સહિત 3 લોકો રૂપિયા 5 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા

અમદાવાદ, તા. 22 જૂન, 2025: ACB લાંચીયા લોકો સામે સતત કામગીરી કરી રહ્યું છ. તેમ છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. અમદાવાદમાંથી સરકાર માન્ય લાયસન્સી સર્વેયર સહિત 3 લોકો રૂપિયા પાંચ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.
આ કામના ફરિયાદીના બહેનની જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવા માટે આ કામના ફરિયાદીએ ગૌતમ ભરતભાઇ યાજ્ઞીક (સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ડી.આઇ.એલ.આર. કચેરી, ભીમજીપુરા, વાડજ, અમદાવાદ)નો સંપર્ક કરતા તેઓએ KJP દુરસ્તી સુધારો કરવાના અવેજ પેટે ડી.આઇ.એલ.આર. કચેરી ખાતે વ્યવહાર કરવો પડશે તેમ કહી રકજકના અંતે રૂ.૫,૦૦,૦૦૦- વ્યવહાર નક્કી કરી લાંચની માગણી કરી હતી. જે લાંચ રકમ તેઓ આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. લાંચના છટકા દરમ્યાન ગૌતમ ભરતભાઈ યાજ્ઞીકે લાંચના નાણાં નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા ને આપવા જણાવતા તેઓ તેમને મળ્યા હતા. નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા તથા મનિષ ધીરૂભાઇ પગી, ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા ઝડપાયા હતા.
ટ્રેપનું સ્થળ: બોપલ આંબલી ચાર રસ્તાની ડાબી બાજુએ આવેલ હોન્ડા શો રૂમની આગળ, અમદાવાદ
બે દિવસ પહેલા વિરમગામની જખવાડા ગ્રામ પંચાયતની મહિલા તલાટી કમ મંત્રીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવી હતી. જન્મનું પ્રમાણપત્ર કઢાવવા માટે તેણીએ 20,000ની લાંચ માંગી હતી. હિંમતનગર પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને એસીબી ટીમે રૂપિયા એક લાખની લાંચ માંગતા ઝડપાયો હતો.
આ પણ વાંચોઃ વિરમગામની જખવાડા ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રી એસીબીની ઝપટે ચડી, જાણો શેની માંગી હતી લાંચ












