ગુજરાતટ્રેન્ડિંગ

Surat: AAPના મહિલા ઉમેદવારે ફિનાઇલ પીધું, અફરાતફરીનો માહોલ

Surat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધુ છે. આ ઘટનાને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જોયો છે.

આજે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ હોવાથી ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના કેટલાક નામ જાહેર થયા છે, જ્યારે કેટલાક બાકી છે અને ત્રણ વાગ્યા સુધીમાં જાહેર થાય તેવું કહેવામાં આવી રહ્યું છે.

જો કે સુરત શહેરમાં વોર્ડ નંબર 14ના આમ આદમી પાર્ટી (AAP)ના મહિલા ઉમેદવારે ગોશાલી ગાગાણીએ કલેક્ટર કચેરીએ ફિનાઈલ પીધુ છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ ટેકનિકલ ખામીને કારણે તેમનું ફોર્મ દાખલ ન થઈ શક્યું. આ ઘટનાથી તેઓ માનસિક તણાવમાં આવી ગયા હતા. અચાનક ફિનાઇલ પી લેતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટના બાદ તાત્કાલિક સ્થળ પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને તેમને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબીબી સારવાર ચાલુ છે અને તબિયત પર ડૉક્ટરો નજર રાખી રહ્યા છે.

સુરતમાં AAPનો નવો ચહેરો 

સુરતમાં આમ આદમી પાર્ટી (AAP)એ આ વખતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વોર્ડ નંબર 29માંથી તેમને ટિકિટ આપવામાં આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી સોના સિંહ હાલ સુરતમાં રહે છે અને સોશિયલ મીડિયા પર તેમના 20 હજારથી વધુ ફોલોઅર્સ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

અત્યાર સુધી તેઓ પોતાના વિડિયો દ્વારા સ્થાનિક સમસ્યાઓ અને લોકોના સવાલોને ઉજાગર કરી રહ્યા છે. પાર્ટીએ તેમની ડિજિટલ લોકપ્રિયતા અને જનસંપર્કને ધ્યાનમાં રાખીને તેમને તક આપી છે.

સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણી ફરી મેદાને

ભાજપે સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણીને ફરી એકવાર ચૂંટણી ટિકિટ આપી છે. તેઓ વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી કરી રહ્યા છે. પોતાના કાર્યકાળ દરમિયાન સુરત શહેરને સ્વચ્છતા ક્ષેત્રે અનેક એવોર્ડ અપાવનાર માવાણી હવે ફરી વિકાસના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

ટિકિટ મળ્યા બાદ તેમણે જણાવ્યું કે તેમની મુખ્ય પ્રાથમિકતા સુરતની સ્વચ્છતા જાળવી રાખવી અને શહેરને વધુ ઊંચાઈએ લઈ જવાની રહેશે. પાર્ટીના આ નિર્ણયને સમર્થકો વિકાસ અને કામગીરી પરના વિશ્વાસ તરીકે જોઈ રહ્યા છે.

આ પણ વાંંચો: બે બાળકીઓના મોતમાં નવો વળાંક, આખા પરિવારનો થશે લાઈ ડિટેકશન ટેસ્ટ

Back to top button