મોરબીની મચ્છુ નદીમાં યુવકે કર્યો આપઘાત, બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત

- એક યુવકે આત્મહત્યા કરવા માટે નદીમાં કૂદકો માર્યો હતો
- 50 જેટલા જવાનોએ સતત 40 કલાક સુધી નદીમાં શોધખોળ કરી
- આત્મહત્યાના કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી
મોરબીની મચ્છુ નદીમાં એક યુવકે આત્મહત્યાના ઈરાદે નદીમાં છલાંગ લગાવી હતી. યુવકને નદીમાં ડૂબતા જોઈ તનો મિત્ર તેને બચાવવા નદીમાં પડ્યો. જોકે, બંને નદીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને નદીમાં ડૂબી જવાથી તેમના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત 40 કલાકની સઘન શોધખોળ બાદ બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
એક યુવકે આત્મહત્યા કરવા માટે નદીમાં કૂદકો માર્યો હતો
ઉલ્લેખનીય છે કે એક યુવકે આત્મહત્યા કરવા માટે નદીમાં કૂદકો માર્યો હતો. જોકે, તેના મિત્રને આ વિશે જાણ થતાં તેની પાછળ તેને બચાવવા નદીમાં પડ્યો. પરંતુ, નદીના તેજ પ્રવાહના કારણે બંને નદીના પ્રવાહમાં ફસાઈ ગયા. જેના કારણે આપઘાત કરવા ગયેલો શખસ અને બચાવવા ગયેલો મિત્ર બંને નદીમાં ડૂબી ગયા. સમગ્ર ઘટનાની જાણ થતા તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
50 જેટલા જવાનોએ સતત 40 કલાક સુધી નદીમાં શોધખોળ કરી
મોરબી અને રાજકોટની ફાયર ટીમ તેમજ SDRF સહિતની ટીમના 50 જેટલા જવાનોએ સતત 40 કલાક સુધી નદીમાં શોધખોળ કરી મૃતકોનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસ દ્વારા બંને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પાછળના આત્મહત્યાના કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો: ગુજરાતના મંત્રીમંડળમાં 23 કરોડપતિ, જાણો કોણ છે સૌથી વધુ પૈસાદાર મંત્રી












