ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
દાહોદમાં સાપ કરડતા યુવક સાપને પકડી હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યો

દાહોદ, 19 જુલાઈ 2025: દાહોદના બોરડી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિને સાપે ડંખ માર્યો હતો તેથી તે સાપને પકડીને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. ઘટના અનુસાર, વ્યક્તિ બાથરૂમમાં ગયો હતો, જ્યાં છુપાઈને બેઠેલા સાપે તેના પગમાં ડંખ માર્યો હતો.
આઘાતજનક ઘટના બાદ યુવકે હિંમત બતાવીને સાપને પકડી લીધો અને તેને સાથે લઈ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યો, જેથી ડોક્ટરો સાપની ઓળખ કરીને યોગ્ય સારવાર આપી શકે. જાણકારોના જણાવ્યા મુજબ, સાપ બિનઝેરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. હાલ યુવકની હાલત સ્થિર છે અને તે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને લોકો યુવકની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. નિષ્ણાતો દ્વારા લોકોને સાવચેતી રાખવા અને આવી ઘટનાઓમાં તાત્કાલિક તબીબી સહાય લેવાની સલાહ આપવામાં આવી છે.











