ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દાહોદ લગ્નપ્રસંગના જમણવારમાં અફરાતફરી, કેરીનો રસ અને પનીર સબજી ખાધા બાદ 400 લોકોની હાલત ખરાબ

દાહોદ, 21 એપ્રિલ 2026: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં એક લગ્નપ્રસંગે જમણવાર બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ ઘટનાને પગલે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જમણવાર ભોજન લીધા બાદ લોકોને અચાનક ઉલ્ટી અને ઝાડા જેવી તકલીફો શરૂ થઈ હતી. દર્દીઓને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં 50થી વધુ દર્દીઓને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે 150થી વધુ લોકો વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત, લગભગ 200 જેટલા લોકોને ગામમાં જ ડોકટરો દ્વારા પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં કેરીનો રસ અને પનીર સબ્જી ફૂડ પોઈઝનિંગનું કારણ હોઈ શકે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમે ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈને તપાસ શરૂ કરી છે. તપાસના આધારે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવાની સંભાવના છે.

આ પણ વાંચો: સીઝફાયરનો આજે છેલ્લો દિવસ, ઈરાને રિજેક્ટ કરી ઈસ્લામાબાદ શાંતિવાર્તાની બેઠક, અમેરિકાની ટીમ રવાના

Back to top button