ભાવનગરના અધેળાઈ ગામ નજીક ઈંગ્લિશ દારુ ભરેલી કાર સાથે ખેપીયો ઝડપાયો

ભાવનગર 14 જુલાઈ 2025: ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનને જવાનોએ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ દરમ્યાન અધેળાઈ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે અમદાવાદના શખ્સની ધરપકડ કરી હતી.
ગતરોજ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના જવાનો વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે અધેળાઈ ગામ નજીક આવેલ સર્કલ પાસે વોચમાં હોય એ દરમિયાન નવા રોડ પરથી એક માસતિ ઈકો કાર નંબર-જીજે-૦૧ કે એલ-૪૫ ૩૭આવતા તેને અટકાવી ચાલકને બહાર બોલાવી નામ સરનામું પૂછવા સાથે કારની તલાસી હાથ ઘરી હતી
અટક કરાયેલ શખ્સે પોતાનું નામ રાજેન્દ્ર રણુભા જાડેજા ઉંમર વર્ષ ૩૮ રહે બાપુનગર અમદાવાદ વાળો હોવાનું જણાવેલ તથા ઈકો કારમાં બનાવેલ એક ચર ખાનામાંથી ઈંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૪૮૦ નંગ બોટલ વિના પાસ પરમિટે મળી આવતા પોલીસે દારૂ મોબાઈલ તથા કાર સાથે અમદાવાદના રાજેન્દ્રની પરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: બગોદરા ખાતે ભોગાવો નદીનો બ્રિજ બંધ કરવા આદેશ અપાયો












