ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

અસ્તવ્યસ્ત ઘર બગાડી શકે છે મેન્ટલ હેલ્થ, કેમ વ્યવસ્થિત રાખવું જરૂરી?

  • જ્યારે તમે ઘરમાં પ્રવેશો અને અસ્તવ્યસ્ત ઘર હોય તો શાંતિ પણ દૂર ભાગી જાય છે. ઘણી વખત ઘરને વ્યવસ્થિત રાખવાના મુદ્દા પર જ સાથી સાથે તકરાર થાય છે

જે ઘરમાં બાળકો હોય તે ઘર હંમેશા વિખરાયેલું જ રહે છે. શાંતિનું સરનામું ઘર કહેવાય છે, પરંતુ જ્યારે તમે ઘરમાં પ્રવેશો અને અસ્તવ્યસ્ત ઘર હોય તો શાંતિ પણ દૂર ભાગી જાય છે. ઘણી વખત ઘરને વ્યવસ્થિત રાખવાના મુદ્દા પર જ સાથી સાથે તકરાર થાય છે. ઘણી વખત ખૂબ મહેનત કરવા છતાં પણ ઘર અવ્યવસ્થિત રહે છે. ઘરને વ્યવસ્થિત બનાવી રાખવાથી તમને અનેક તકલીફોમાંથી છુટકારો મળે છે. તેના અન્ય ફાયદા પણ છે.

અસ્તવ્યસ્ત ઘર બગાડી શકે છે મેન્ટલ હેલ્થ, કેમ વ્યવસ્થિત રાખવું જરૂરી? hum dekhenge news

ઘરને વ્યવસ્થિત રાખવું શા માટે છે જરૂરી?

અવ્યવસ્થિત ઘર તમારી અને પરિવારના સભ્યોની માનસિક હેલ્થને સીધી અસર કરે છે. જે વ્યક્તિનું ઘર અવ્યવસ્થિત હોય તે લોકોના સ્વભાવમાં ચિડિયાપણું, ગુસ્સો અને વિચારોમાં નકારાત્મકતા જોવા મળે છે. આવા લોકો જીવન પ્રત્યે નિરાશાવાદી હોય છે. તેઓ ખુશીને અનુભવી શકતા નથી. ધાર્મિક રીતે જોઈએ તો જેનું ઘર અવ્યવસ્થિત હોય તેના ઘરમાં લક્ષ્મી આવતી નથી. સાથે કેટલાક ગ્રહો પર પણ નકારાત્મક અસર પડે છે. જે લોકોના ઘરમાં સામાન વિખરાયેલો પડ્યો હોય, તેનો રાહૂ ખરાબ હોય છે. જીવન પર તેના અનેક નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. ઘરને વ્યવસ્થિત રાખવાથી તમે શુક્રને પણ પ્રબળ બનાવી શકો છો. શુક્રને સાફ સફાઈ અને વ્યવસ્થા પસંદ હોય છે. આમ કરવાથી તમે લક્ષ્મી માટે ઘરના દરવાજા ખોલી શકશો.

બેડરૂમને યોગ્ય કરવાનો આ છે ફાયદો

સવારે ઉઠતા પહેલા જ તમારી પથારી ચોખ્ખી કરી દો. તે તમને શાંતિ અને આરામ આપશે. એક અભ્યાસ મુજબ કોઈ પણ વાત વગર ચિડચિડિયા રહેતા લોકો પોતાના બેડરૂમને વ્યવસ્થિત કરીને પોતાનો મૂડ સુધારી શકે છે. બેડરૂમ એ જગ્યા છે જ્યાં તમને આરામ અને શાંતિ મળતી હોય. સૌથી પહેલા ઉઠીને તકિયા તેની જગ્યાએ રાખો. ચાદરો વાળી લો. બેડરૂમનો સામાન ઠીક કરો.

અસ્તવ્યસ્ત ઘર બગાડી શકે છે મેન્ટલ હેલ્થ, કેમ વ્યવસ્થિત રાખવું જરૂરી? hum dekhenge news

કીચનને રાખો સુંદર

તમારા મનની શાંતિ માટે તમારું કીચન વ્યવસ્થિત હોવું ખૂબ જરૂરી છે. ગોઠવેલું હશે તો તમે આરામથી તમારું કામ કરી શકશો. કિચનમાં કામ કરવાનો પહેલો નિયમ એ બનાવો કે જે સામાનનો ઉપયોગ થઈ ચૂક્યો છે તે પોતાની જગ્યાએ રાખી દેશો, જેથી વારંવાર શોધવો ન પડે. કીચનમાં પણ જરૂરી હોય તેટલો જ સામાન રાખો. વધારાની વસ્તુ તમારા માથાનો દુખાવો જ વધારશે.

આ પણ વાંચોઃ પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે છત્તીસગઢ, નહિ થાય પાછા આવવાનું મન

Back to top button