શ્વાન કરડવાથી ભેંસનું મોત, ગામલોકોએ તેના દૂધમાંથી બનાવેલ રાયતુ ખાધું, 200 લોકોને હડકવાની રસી આપી

ઉત્તર પ્રદેશ 29 ડિસેમ્બર 2025: ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉઝાની વિસ્તારમાં શ્વાન કરડવાથી એક ભેંસનું મોત થયું હતું. આ ઘટનાથી આખા ગામમાં ગભરાટ ફેલાયો હતો. શ્વાન કરડવાથી ભેંસનું મોત થતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેમણે તેના દૂધમાંથી બનાવેલ દહીં રાયતું ખાધું હતું. સાવચેતી તરીકે લગભગ 200 ગ્રામજનો સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દોડી ગયા હતા અને હડકવાની રસી અપાવી હતી.
તેરમા દિવસના સમારંભ દરમિયાન આખા ગામે રાયતુ ખાધું
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ઉઝાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પીપરૌલ ગામમાં 23 ડિસેમ્બરના રોજ તેરમા દિવસનો સમારંભ યોજાયો હતો. આખા ગામ માટે મિજબાની પીરસવામાં આવી હતી. મિજબાનીમાં રાયતા પણ પીરસવામાં આવ્યુ હતુ, જે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ખાધું હતું. બાદમાં, એવું બહાર આવ્યું કે જે ભેંસના દૂધથી દહીં બનાવવામાં આવ્યુ હતુ અને તેનો ઉપયોગ રાયતા બનાવવા માટે કરવામાં આવતો હતો તેને થોડા દિવસ પહેલા શ્વાન કરડ્યુ હતુ.
ચેપનો ભય ફેલાયો હતો
એવું પણ જાણવા મળ્યું હતું કે 26 ડિસેમ્બરે શ્વાનના કરડવાથી ભેંસનું મૃત્યુ થયું હતું. આ પછી, ચેપ ફેલાવાના ભયને કારણે ગામમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભય વચ્ચે, શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં પુરુષો, સ્ત્રીઓ અને યુવાનોએ હડકવા સામે રસીકરણ કરાવવા માટે ઉઝાની સામુદાયિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
સાવચેતીના પગલા તરીકે ગ્રામજનો રસીકરણ કરાવવા પહોંચ્યા હતા
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા, ગ્રામજનો જશોદા દેવીએ જણાવ્યું હતું કે ગામમાં તેરમા દિવસના સમારંભ માટે મિજબાની હતી, જ્યાં બધાએ રાયતુ ખાધું હતું. બાદમાં, ભેંસના મૃત્યુ અને તેના કૂતરાના કરડવાની જાણ થતાં, ગ્રામજનો ગભરાઈ ગયા અને સાવચેતી તરીકે રસી લેવા દોડી ગયા.
ભેંસને એક હડકાયા શ્વાને ભચકા ભર્યા હતા
ગામના કૌશલ કુમારે જણાવ્યું હતું કે ભેંસને એક હડકાયા બનેલ શ્વાન કરડ્યુ હતુ, અને આ વાતની જાણ ન થતાં, તેના દૂધમાંથી બનેલ દહીંનું રાયતુ બનાવવામાં આવ્યુ હતુ. તેરમા દિવસે રાયતા ખાધા પછી, લોકોને ચિંતા હતી કે તેમને પણ તકલીફ થઈ શકે છે, તેથી બધા રસી કરાવવા ગયા.
જાણો ડોક્ટરોની ટીમે શું કહ્યું
મુખ્ય તબીબી અધિકારી ડૉ. રામેશ્વર મિશ્રાએ જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે ગામમાં એક ભેંસને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા અને હડકવાના લક્ષણોને કારણે તેનું મૃત્યુ થયું હતું. ગ્રામજનોએ ભેંસના દૂધમાંથી બનાવેલ દહીંમાંથી બનેલ રાયતુ ખાવાની જાણ કરી હતી. સાવચેતી તરીકે, દરેકને હડકવા સામે રસી લેવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે સામાન્ય રીતે ઉકાળેલું દૂધ હડકવાથી જોખમ રહેતું નથી, પરંતુ કોઈપણ સંભવિત જોખમને રોકવા માટે રસીકરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગામમાં કોઈ રોગ ફેલાયો નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.
આ પણ વાંચો: વૈશ્વિક પ્રતિબંધોથી ડર્યા વિના, કિમ જોંગ ઉને ફરીથી લાંબા અંતરની ક્રુઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું











