ગુજરાતટોપ ન્યૂઝ

ડુંગળીના ભાવમાં વધારો થતા સરકારની મોટી પહેલ, અમદાવાદમાં રૂ.25 કિલો મળવાની શરૂ

  • ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીના ભાવ પણ આસમાને
  • ડુંગળીના ભાવો વધતાં લોકોની થાળીમાંથી ડુંગળી જાણે કે ગાયબ થઈ
  • સરકાર અને નાફેડ દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે

ડુંગળીની વધતી કિંમતો વચ્ચે મોદી સરકારની અનોથી પહેલ સામે આવી છે. જેમાં અમદાવાદમાં રૂ.25 કિલો મળવાની શરૂ થઇ છે. તેમાં અમદાવાદમાં નાફેડનું આયોજન છે કે શહેરમાં 25 રૂપિયે કિલો ડુંગળીનું વિતરણ કરાશે. પ્રજાને રાહતદરે ડુંગળી મળે તે માટે પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી

ડુંગળીના ભાવો વધતાં લોકોની થાળીમાંથી ડુંગળી જાણે કે ગાયબ થઈ

ડુંગળીના ભાવો વધતાં લોકોની થાળીમાંથી ડુંગળી જાણે કે ગાયબ થઈ રહી હતી. આ મામલે સામાન્ય લોકોને પણ તેનો ભાવવધારો અસહ્ય લાગવા માંડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ગરીબોની કસ્તૂરી સમાન ડુંગળીના ભાવમાં વધારો જોવાતા લોકો આ ડુંગળીને ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા હતા. જો કે હવે સરકારે લોકોની આ ચિંતાને દૂર કરી દીધી છે. હાલમાં મોંઘવારીએ માઝા મુકી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી વધી, જાણો ક્યા પડી રહી છે હાડ થીજવતી ઠંડી

ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીના ભાવ પણ આસમાને

ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. જેને લઈ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે ગરીબોની થાળીમાં ડુંગળીનો સ્વાદ જળવાય તે માટે સરકાર અને નાફેડ દ્વારા રાહતદરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માટે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં નાફેડ બેનર હેઠળના ટેમ્પાઓ ફરી રહ્યા છે. જેમાં નાગરિકોને સસ્તા ભાવે ડુંગળી સહિત ચણાની દાળ અને ઘઉંના લોટનું રાહતદરે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે સરકારની આ પહેલને ગરીબ અને મધ્યવર્ગના લોકો પણ આવકારી રહ્યા છે.

સરકાર અને નાફેડ દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે

હકીકતે સરકારે નાફેડ દ્વારા એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં સામાન્ય લોકોને ડુંગળી સસ્તા દરો પર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બજારમાં મોંઘીદાટ વેચતી ખાદ્યસામગ્રી સામે સરકાર રાહત દરે આપી રહી છે. ત્યારે અમદાવાદમાં વિવિધ સ્થળોએ નાફેડનાં બેનર સાથે વાહનોમાં સ્ટોલ લાગ્યા હતા. સરકારની પહેલને લોકોએ પણ આવકારી હતી. રોજબરોજ ઉપયોગમાં લેવાતી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ આસામાને પહોંચી ગયા છે, મોંઘવારીનો માર પણ પ્રજા સહન કરી રહી છે, ત્યારે ગરીબોની થાળીમાં ડુંગળીનો સ્વાદ જળવાય તે માટે સરકાર અને નાફેડ દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Back to top button