ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Apple એ પાવરફુલ ડિસ્પ્લે, પાવરફુલ M4 ચિપ સાથે રજુ કર્યું iPad Pro 2024

Text To Speech
  • Appleએ 11 અને 13 ઈંચ ડીસ્પ્લે સાથેના  બે વેરિયન્ટમાં લોન્ચ કરશે
  • કંપનીએ તેના લેટેસ્ટ વર્ઝનમાં પહેલી વાર ‘ટેન્ડેમ OLED’ આપી 
  • iPad Pro 2024ની અંદાજિત કિંમત 99,900 રુપિયાથી માંડીને 1,99,900 રુપિયા 

HD ન્યુઝ ડેસ્ક, 8 મે: Apple તેનું લેટેસ્ટ ફ્લેગશિપ ટેબલેટ iPad Pro 2024 લોન્ચ કર્યું છે. આ લેટેસ્ટ આઈપેડ પ્રો ‘ટેન્ડેમ OLED’ સ્ક્રીનથી સજ્જ છે, જે પ્રથમ વખત હશે કે કંપની આ પ્રકારનું ડિસ્પ્લે ઓફર કરી રહી છે અને અગાઉની પેઢીનું ‘PRO’ મોડલ બે વર્ષ પહેલા મિની-એલઈડી સાથે લોન્ચ થયું હતું. Apple iPad Pro 2024 11 ઇંચ અને 13 ઇંચ ડિસ્પ્લેના વિકલ્પો મળશે. જેમાં  2022ના મોડલ કરતાં પાતળા બેજેલ્સ છે.  Appleના આ અપકમિંગ મોડલમા M4 ચિપથી, 2 TB સુધી સ્ટોરેજ ઓફર કરે છે અને iPad OS 17 આઉટ ઓફ ધ બોક્સ કામ કરે છે.

આ વર્ષે, Apple એ iPad Pro 2024 ના પોતાના લેટેસ્ટ વર્ઝનમાં 10 કોર M4 ચિપ સાથે અપડેટ કર્યું છે. આ ચિપ સાથે આ ટેબલેટ અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ટેબલેટ બની ગયું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે છે કે M4 ચિપ માત્ર અડધા ઉર્જા વપરાશની સાથે M2 ચિપ લેવલનું પર્ફોર્મન્સ આપે છે. Appleનું કહેવું છે કે iPad Proના લેટેસ્ટે મોડેલમાં ઓન-ડિવાઈસ AI કામો માટે ન્યુરલ એન્જિનમાં સુધારો કર્યો છે.

જાણો ટેબેલેટના  ખાસ  સ્પેશિફિકેશન્સ

iPad Pro 2024 મોડલમાં 11 ઇંચ અને 13 ઇંચ ડિસ્પ્લે છે. આ બંને મોડલમાં 120Hz પ્રમોશન, રિફ્રેશ રેટ, 1,000 nits પીક બ્રાઈટનેસ, ટ્રુ ટ્રોન સપોર્ટ અને P3 વાઈડ કલર ગૈમટ કવરેજ સાથે Appleની નવી ટેન્ડમ OLED સ્ક્રીન ધરાવે છે. Apple કહે છે કે આ નવા ટેબલેટમાં અલ્ટ્રા રેટિના XDR ડિસ્પ્લેમાં એક એડપ્ટિવ રિફ્રેશ રેટ અપાયું છે જે 30Hz અને 120Hz વચ્ચે છે. ગ્રાહકો પાસે 1 TB અને 2 TB iPad Pro 2024 મોડલ પર નેનો-ટેક્ષ્ચર ડિસ્પ્લે ગ્લાસ ઓપ્શન સિલેક્ટ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે.

જાણો શું હશે કિંમત?

ભારતમાં iPad Pro 2024ના 11 ઈંચ સ્ક્રીન ડિસ્પ્લે અને વાઈ-ફાઈ કનેક્ટિવિટી વાળા બેઝ મોડલ માટે ની કિંમત 99,900 રુપિયાથી શરુ થાય છે. જ્યારે તેના વાઈ-ફાઈ + સેલ્યુલર વેરિઅન્ટની કિંમત 1,19,900 રૂપિયા છે. આ સિવાય, iPad Pro 2024ના 13 ઇંચ વાઈ-ફાઈ અને વાઈ-ફાઈ + સેલ્યુલર વેરિઅન્ટના મોડેલની કિંમત અનુક્રમે 1,29,900 અને 1,49,900 રુપિયા છે. iPad Pro 256GB, 512GB, 1 TB અને 2 TB સ્ટોરેજ ઓપ્શન મળશે. જેમાં 256GB 99,900 રુપિયા, 512GBના 1,19,900 રુપિયા, 1 TBના 1,59,900 રુપિયા, 2 TBના 1,99,900 રુપિયા છે.

આ પણ વાંચો: Motorola ટૂંક સમયમાં ભારતમાં 50MP કેમેરા સાથેનો વધુ એક સ્માર્ટફોન કરશે લોન્ચ, Teaser રિલીઝ

Back to top button