ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Apple 7 મેના રોજ સ્પેશિયલ ઈવેન્ટમાં મહત્ત્વની જાહેરાત કરી શકે છે

Text To Speech
  • Apple દ્વારા 7 મેના રોજ લેટ લૂઝ ટેગલાઈન સાથેની એક સ્પેશિયલ ઇવેન્ટ આયોજિત કરવામાં  આવશે જેમાં કંપની આઈપેડ, મેજિક કીબોર્ડ  અને મેજિક પેન્સિલ લોન્ચ કરશે તેવી  સંભાવનાઓ છે

નવી દીલ્હી, 26 એપ્રિલ: એપલ આવતા મહિને તેની હાર્ડવેર ઇવેન્ટ લેટ લૂઝનું આયોજન કરવા જઈ રહ્યું છે. જે 2024 માં કંપનીની પહેલી મેજર લોન્ચ ઈવેન્ટ હશે. તેની લાઇવસ્ટ્રીમિંગ કંપનીની ઑફિશિયલ ચેનલ થકી કરવામાં આવશે. હાલમાં કંપનીએ સ્પષ્ટ રીતે આ વિશે માહિતી આપી નથી કે ઇવેન્ટમાં શું રજૂ કરાશે. જો કે, આશા છે કે કંપનીની નવી પ્રોડક્ટ આઈપેડ પ્રો અને આઈપેડ મોડેલ એરની નવી એપલ પેન્સિલ લોન્ચ કરી શકે છે. નેક્સ્ટ ચિપ જનરેશન આઈપેડ પ્રો નવા M3 સાથે રજૂ કરવાની આશા પણ સેવાઈ રહી  છે. આ સાથે જ પણ પહેલી વાર OLED સ્ક્રીન પણ  તેમાં જોવા મળી શકે છે.

Apple આ વર્ચ્યુઅલ લોન્ચ ઈવેન્ટ માટે એક ઈન્વિટેશન પણ ડ્રોપ કર્યું છે. આ ઈવેન્ટ 7 મેના રોજ સવારે 7:30 વાગ્યે (IST 7:30) યોજાશે. ઇવેન્ટની લાઇવસ્ટ્રીમિંગ ઑફિશિયલ વેબસાઇટ અને એપલ ટીવી એપ પર જોઈ શકાશે. આ ઇવેન્ટ પોસ્ટર માં લેટ લૂઝ ટેગલાઈન પણ જોવા મળે છે. આ પોસ્ટરમાં એક ડ્રૉઇંગ દેખાડવામાં આવ્યુંછે, જેમાં હાથમાં એપલ પેંસિલ છે, આથી અંદાજો લગાવી શકાય છે કે ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ આઈપેડ જ હશે.

Apple દ્વારા અપકમિંગ ઈવેન્ટમાં નવા આઈપેડ એર અને આઈપેડ પ્રો મોડલ્સ લોન્ચ થવાની શક્યતા છે. આઈપેડ પ્રો મોડલ્સમાં OLED ડિસ્પ્લે અને M3 ચિપ આપવાની પણ શક્યતા છે. ટિપ્સ્ટર્સ ફાસ્ટ થી મળેલી માહિતી પ્રમાણે તેમાં પાતળા બેજલ્સ હશે અને તે ગ્લોસી કે મેટ સ્ક્રીન વર્ઝનમાં ઉપલબ્ધ હશે. જેમાં મેગસેફ ચાર્જિંગ સપોર્ટ પણ મળવાની શક્યતા છે. આ સિવાય નવો બદલાયેલો કેમેરા મોડ્યુલ અને લેન્ડસ્કેપ ઓરિએન્ટેડ ફ્રન્ટ કેમેરા પણ મળી શકે છે.

iPad Airમાં M2 ચિપ આપવામાં આવી શકે છે જેમાં તેને  10.9 ઇંચ અને 12.9 ઇંચ સ્ક્રિન સાઈઝમાં ઓફર કરવામાં આવશે. કંપની એક અપડેટેડ મેજિક કીબોર્ડ અને એપલ પેન્સિલ પણ રજૂ કરી શકે છે.  જેમાં નવી સ્ક્વીઝ જેસ્ચર ફીચર પણ મળી શકે છે.

આ પણ વાંચો: હવે ફિંગરપ્રિન્ટ અને FaceIDથી ખુલશે WhatsApp, આવી રીતે યુઝ કરો નવું ફીચર

Back to top button