ટ્રેન્ડિંગમનોરંજન

37 વર્ષનો થયો વરુણ ધવન, માતા સાથે કેપ કાપ્યા બાદ પાપારાઝીને કર્યા ખુશ

Text To Speech
  • વરુણ ધવન હાલમાં તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. જેમાં ‘બેબી જોન’, ‘સિટાડેલ’, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ જેવી ફિલ્મો સામેલ છે. તે આ વર્ષે પિતા પણ બનવા જઈ રહ્યો છે

24 એપ્રિલ, મુંબઈઃ ‘બદલાપુર’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ જેવી હિટ ફિલ્મો આપનાર બોલિવૂડના હેન્ડસમ હંક વરુણ ધવન હાલમાં તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે જેમાં ‘બેબી જોન’, ‘સિટાડેલ’, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ જેવી ફિલ્મો સામેલ છે. તે આ વર્ષે પિતા પણ બનવા જઈ રહ્યો છે. તેમની પત્ની નતાશા દલાલ ગર્ભવતી છે. આ બધાની વચ્ચે વરુણ ધવને 24 એપ્રિલે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે

આજે અભિનેતા તેનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના તમામ મિત્રો તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. તો તેના ચાહકો પણ તેમના ફેવરિટ અભિનેતાને વિશ કરી રહ્યા છે. આ દરમિયાન વરુણે તેના ઈન્સ્ટાગ્રામપર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે પોતાનો જન્મદિવસ ઉજવતો જોવા મળે છે. વરુણે તેનો 37મો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો. તસવીરોમાં તેની માતા કરુણા ધવન જોવા મળી રહી છે. તેણે મીણબત્તીઓ, કેક, ફૂલો અને તેના પાલતૂ ડોગીથી શણગારેલા ટેબલની તસવીર શેર કરી છે.

ફોટામાં વરુણ તેની માતા સાથે કેકની સામે પોઝ આપતો જોવા મળે છે. બીજી તસવીરમાં તેનો પ્રિય પાલતૂ કૂતરો જોય પણ તેની માતા સાથે ડિનર ટેબલ પર જોવા મળે છે. ફોટા શેર કરતી વખતે, અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, હું મોટો થઈ રહ્યો છું, શીખી રહ્યો છું અને એવો જ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. તમામ શુભેચ્છાઓ અને પ્રેમ માટે આભાર. હું એક નવી ફિલ્મ શરૂ કરી રહ્યો છું, તેથી મેં થોડી જ કેક ખાધી છે. હું તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.

પાપારાઝી માટે કાપી ઘર બહાર કેક

વરુણ ધવન આજે જ્યારે તેનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે તેણે પાપારાઝી માટે પણ કેક કાપી હતી. ઘરની અંદરના બર્થડે સેલિબ્રેશનના ફોટો શેર કર્યા બાદ પાપારાઝી જ્યારે તેના ઘર બહાર કેક લઈને આવ્યા ત્યારે ખૂબ જ સૌમ્યતા અને વિવેક સાથે વરુણે કોઈને નારાજ ન કર્યા અને કેક કટ કરી, તેમજ વિવિધ પોઝ પણ આપ્યા હતા.

આ પણ વાંચોઃ અનંત અંબાણી-રાધિકાના લગ્ન વિદેશમાં નહીં, ભારતમાં આ જગ્યાએ થશે? જાણો કોને આમંત્રણ?

Back to top button