ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભ્રષ્ટાચાર કેસમાં રેલવે અધિકારીઓ સહિત પાંચની ધરપકડ

Text To Speech
  • લાંચના બદલામાં કંપનીને ફાયદો કરાવવાના આરોપમાં રેલવે અધિકારીઓ સહિત 5 ઝડપાયા
  • અલગ-અલગ લાંચ કેસમાં સામેલ હોવાથી બે રેલવે અધિકારીની ધરપકડ

નવી દિલ્હી, 2 નવેમ્બર : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કથિત લાંચના અલગ-અલગ કેસમાં ભારતીય રેલ્વેના બે ડેપ્યુટી ચીફ મટિરિયલ મેનેજર સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ મુંબઈમાં ડેપ્યુટી ચીફ મટિરિયલ મેનેજર તરીકે નિયુક્ત 2000-બેચના ભારતીય રેલવે સ્ટોર્સ સર્વિસના અધિકારી એચ. નારાયણન અને 2010-બેચના અધિકારી અતુલ શર્માને અલગ-અલગ કેસોમાં રૂપિયા 70,500ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે, એમ CBI અધિકારીઓ દ્વારા શુક્રવારે જાણવા મળ્યું છે.

 

અધિકારીઓએ કેસ વિશે શું જણાવ્યું ?

CBIના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગ્રેટર નોઇડા સ્થિત એનેસ્ટ ઇવાટા મધરસન પ્રાઇવેટ લિમિટેડના બે અધિકારીઓ, સમીર દવે અને દીપક જૈન સાથે મોટી લાંચના બદલામાં કંપનીની તરફેણ કરવા બદલ નારાયણનની ધરપકડ કરવામાં આવી હતી. બીજા કિસ્સામાં, એજન્સીએ ઝારખંડ સ્થિત ઇન્ડસ્ટ્રિયલ ફોર્જ એન્ડ એન્જિનિયરિંગ કંપની પાસેથી ટેન્ડર આપવા માટે વચેટિયા દ્વારા કથિત રીતે લાંચની માંગણી કરવા બદલ અતુલ શર્માની પણ ધરપકડ કરી છે.

12 સ્થળોએ આરોપીઓના ઘર પર સર્ચ ઓપરેશન !

સેન્ટ્રલ રેલવેના ડેપ્યુટી ચીફ મટિરિયલ મેનેજર (ઈલેક્ટ્રિકલ) નારાયણન, પશ્ચિમ રેલવેના ડેપ્યુટી ચીફ મટિરિયલ મેનેજર (કોચિંગ) અતુલ શર્મા અને સિનિયર મટિરિયલ મેનેજર એચ.ડી. પરમારની 70,500 રૂપિયાની લાંચ લેતાં ધરપકડ કરવામાં આવી હતી, તેમ CBIના પ્રવક્તાએ જણાવ્યું હતું. મુંબઈ, કોલકાતા, ગ્રેટર નોઈડા, જમશેદપુર, અમદાવાદ અને વડોદરા સહિત 12 સ્થળોએ આરોપીઓના ઘર પર સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ, પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો, રોકાણ, જ્વેલરી અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી.

આ પણ જુઓ :શિક્ષણ ભરતી કૌંભાંડમાં CBIએ TMCના ધારાસભ્ય સહિત સાત ઠેકાણે દરોડા પાડ્યા

Back to top button