ઇઝરાયેલ પર ઇરાન હુમલો કરવાની કરી રહ્યું છે તૈયારી: US પ્રમુખ બાઈડનની ચેતવણી
- અમેરિકી પ્રમુખ જો બાઈડને ઈરાનને ઈઝરાયેલ પર હુમલો ન કરવાની અપીલ કરી
વોશિંગ્ટન, 13 એપ્રિલ: મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે અને પરિસ્થિતિ કોઈપણ સમયે પહેલા કરતા વધુ ખરાબ થઈ શકે છે. આ દરમિયાન અમેરિકી પ્રમુખ જો બાઈડને પણ આ અંગે ચેતવણી આપી છે. જો બાઈડને શુક્રવારે કહ્યું છે કે, “ઇરાન શક્ય તેટલી વહેલી તકે ઇઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.” ઈઝરાયેલ તેના જૂના દુશ્મન ઈરાન સાથે એવા સમયે લડાઈ કરવા જઈ રહ્યું છે જ્યારે તેની સેના ગાઝામાં હમાસ સાથે યુદ્ધ લડી રહી છે. જો કે અમેરિકી પ્રમુખ જો બાઈડને ઈરાનને આવું ન કરવાની અપીલ કરી છે.
Iran has threatened America and our allies.
They will likely attack within 24 hrs.
And the best thing Biden can muster up is “don’t”.
Iran is emboldened to attack because America is WEAK.
We should be ashamed Joe Biden is our president. pic.twitter.com/kSGbeQVvSY
— Graham Allen (@GrahamAllen_1) April 12, 2024
ઈઝરાયેલ પર ટૂંક સમયમાં હુમલો કરશે ઈરાન: બાઈડન
જ્યારે બાઈડનને પૂછવામાં આવ્યું કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો ક્યારે કરશે, તો તેણે પત્રકારોને કહ્યું કે, “હું વિગતોમાં જવા માંગતો નથી, પરંતુ આશા છે કે ઈરાન શક્ય તેટલી વહેલી તકે ઈઝરાયેલ પર હુમલો કરશે.” ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર હવાઈ હુમલો કરીને ત્રણ ટોચના સૈન્ય જનરલોની હત્યા કર્યા બાદ તહેરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ઈઝરાયેલને અમારું સંપૂર્ણ સમર્થન: પ્રમુખ
જો કે, અમેરિકી પ્રમુખે પણ ઈરાનને આમ (ઈઝરાયેલ પર હુમલો) ન કરવાની અપીલ કરી છે. મધ્ય પૂર્વમાં વ્યાપક પ્રાદેશિક યુદ્ધની આશંકા વધવાને કારણે, તાજેતરના દિવસોમાં ઇઝરાયેલ પર નોંધપાત્ર ઈરાની પ્રતિક્રિયાત્મક હુમલા માટે US હાઈ-એલર્ટ પર રહેલું છે.
અહેવાલ મુજબ, જ્યારે વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ બાઈડનને પૂછ્યું કે, “શું અમેરિકન સૈનિકો જોખમમાં છે?” તો તેના જવાબમાં બાઈડને કહ્યું કે, “અમેરિકા ઈઝરાયેલના સંરક્ષણ માટે સમર્પિત છે. અમે ઇઝરાયેલના સંરક્ષણ માટે સમર્પિત છીએ. અમે ઇઝરાયેલને સમર્થન આપીશું, અમે ઇઝરાયેલના બચાવમાં મદદ કરીશું અને ઇરાન તેની યોજનાઓમાં સફળ નહીં થાય.”
ઘણા દેશોએ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે
વ્હાઇટ હાઉસે શુક્રવારે જણાવ્યું હતું કે, સીરિયામાં ઇરાની રાજદ્વારી પરિસર પર ઇઝરાયેલ દ્વારા ગયા અઠવાડિયે થયેલા હુમલા બાદ ઇરાન તરફથી “વાસ્તવિક” ખતરો હજુ પણ છે. ઈઝરાયેલના હુમલામાં ત્રણ ઈરાની જનરલ માર્યા ગયા હતા. જેમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત અન્ય દેશોએ ઈઝરાયેલમાં પોતાના સરકારી કર્મચારીઓ માટે નવી ટ્રાવેલ ગાઈડલાઈન જારી કરી છે.
સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને પેન્ટાગોન ઇરાક અને સીરિયામાં તૈનાત અમેરિકન સૈનિકોની સુરક્ષાને મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં, જોર્ડનમાં અમેરિકન એર ડિફેન્સ પર ડ્રોને હુમલો કરતા ત્રણ અમેરિકન સભ્યો માર્યા ગયા હતા.
આ પણ જુઓ: આસામમાં ચૂંટણી બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ, UCC પણ લાગૂ થશે: CM હિમંતા બિસ્વા સરમા