પાકિસ્તાનમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 15ના મોત
પાકિસ્તાનમાં આજે રવિવારે હચમચાવી નાખે તેવો ટ્રેન અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રાવલપિંડી જતી બાલી હજારા એક્સપ્રેસ પાટા નીચે ઉતરી જતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલ સહારા રેલ્વે સ્ટેશન નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો : પાકિસ્તાનમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 15ના મોત, 50થી વધુ ઘાયલ
ઉત્તરાખંડના નૈનિતાલમાં મુસાફરો ભરેલી બસ નાળામાં ખાબકી
છેલ્લા બે દિવસમાં ભારતના મોટા ભાગોમાં નોંધપાત્ર વરસાદ થયો છે.જેની વચ્ચે ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત હિમાલયની તળેટીમાં આગામી ચારથી પાંચ દિવસમાં અલગ-અલગ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દર્શાવતી આગાહી જારી કરી છે. જેની વચ્ચે ઉત્તરાખંડના નૈનિતાલમાં એક દૂર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં મુસાફરો ભરેલી બસ નાળામાં પલટી મારી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ વાંચો : ઉત્તરાખંડના નૈનીતાલમાં મુસાફરોને લઈ જતી બસ નાળામાં ખાબકી, જુઓ વિડીયો
હરિયાણાના નૂહમાં ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ
હરિયાણાના નૂહમાં હિંસા બાદ સરકાર એક્શન મોડમાં આવતી જોવા મળી રહી છે.તેમની ગેરકાયદે મિલકતો પણ તોડી પાડવામાં આવી રહી છે. આ સાથે બદમાશોની જગ્યાઓ પણ ટ્રેસ કરવામાં આવી રહી છે. જ્યાંથી પથ્થરમારાની ઘટનાઓ બની છે. ગઈકાલે પ્રશાસન દ્વારા બુલડોઝર વડે તે હોટલને તોડી પાડવામાં આવી જ્યાંથી હિંસા દરમિયાન પથ્થરમારો થયો હતો.
વધુ વાંચો : હરિયાણાના નૂહમાં હિંસાને લઈ સરકાર એક્શન મોડમાં, જૂઓ જે હોટલમાંથી પથ્થરમારો થયો હતો તેનો શું કર્યો હાલ
અકળાયેલા વિદ્યાર્થીઓએ ગાંધી ચિધ્યામાર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો
અમદાવાદની વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાર્થના ગાતી વિદ્યાર્થિનીઓને અધ્યાપકે ખખડાવી છે. જેમાં ગૂજરાત વિદ્યાપીઠમાં જ ગાંધીના સર્વધર્મ સમભાવના વિચાર રૂંધાવાના શરૂ થયા છે. પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓનો અવાજ દબાવાતા ઉપાસનાનો બહિષ્કાર કરાયો છે. સોમવારના રોજ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવાશે.
વધુ વાંચો : ગૂજરાત વિદ્યાપીઠમાં જ ગાંધીના સર્વધર્મ સમભાવના વિચાર રૂંધાવાના શરૂ
PMના વિપક્ષ પર પ્રહાર કહ્યું, ન તો કંઈ કરશે અને ન કરવા દેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. આ 508 રેલવે સ્ટેશન 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે. 450 થી વધુ રેલ્વે સ્ટેશન રાજ્યો અને લગભગ 20 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે.
વધુ વાંચો : Amrit Bharat Station Scheme: PMના વિપક્ષ પર પ્રહાર કહ્યું, ન તો કંઈ કરશે અને ન કરવા દેશે
ઈસરોએ હાંસલ કરી મોટી સફળતા
ચંદ્રયાન-3એ ચંદ્રની બહારની કક્ષા એટલે કે લુનાર ઓર્બિટ પકડી લીધી છે.ઈસરો આને એક મોટી સફળતા માની રહ્યું છે.આ મામલે ખુદ ઈસરોએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. ચંદ્રયાન-3એ ચંદ્રની બહારની કક્ષા પકડી લીધી છે.હવે ચંદ્રયાન લગભગ 166 કિમી x 18 હજાર કિમીની ભ્રમણકક્ષામાં યાત્રા કરી રહ્યું છે. આ ચંદ્રની ભ્રમણકક્ષા છે. ઈસરોએ ચંદ્રયાન-3ન ચંદ્રના ઓર્બિટ પકડવા માટે આશરે 20થી 25 મિનીટ સુધી થ્રસ્ટર્સ ઓન રાખ્યું હતું. તેની સાથે ચંદ્રયાન ચંદ્રમાની ગ્રેવિટીમાં ફસાઈ ગયું હતું. હવે તે તેની ચારેકોર ચક્કર લગાવતો રહેશે.
વધુ વાંચો : ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે, 17 દિવસની સફર વિશે જાણો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું
અમદાવાદ શહેર ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તરેલું શહેર છે. જેમાં અલગ અલગ વિસ્તારો આવેલા છે. જેની જુદી જુદી સમસ્યાઓ અને લોકો સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફરિયાદ નિવારણ વોર્ડ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં પ્રથમવખત વોર્ડ દીઠ ફરિયાદ નિવારણ સભા યોજવામાં આવી હતી. આ ફરિયાદ નિવારણ કેમ્પ 14 ઓગસ્ટ સુધી શહેરમાં તમામ એટલે કે કુલ 48 વોર્ડમાં યોજવામાં આવશે.
વધુ વાંચો : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ફરિયાદોનો રાફડો ફાટ્યો