ગુજરાત

ગૂજરાત વિદ્યાપીઠમાં જ ગાંધીના સર્વધર્મ સમભાવના વિચાર રૂંધાવાના શરૂ

  • અકળાયેલા વિદ્યાર્થીઓએ ગાંધી ચિધ્યામાર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો
  • સોમવારના રોજ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવાશે
  • શૈક્ષણિક ફીમા વધારા બાદ હોસ્ટેલ ફીમા પણ તગડો વધારો કરાતા ફરિયાદો ઉઠી

અમદાવાદની વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાર્થના ગાતી વિદ્યાર્થિનીઓને અધ્યાપકે ખખડાવી છે. જેમાં ગૂજરાત વિદ્યાપીઠમાં જ ગાંધીના સર્વધર્મ સમભાવના વિચાર રૂંધાવાના શરૂ થયા છે. પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓનો અવાજ દબાવાતા ઉપાસનાનો બહિષ્કાર કરાયો છે. સોમવારના રોજ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના દરોડાથી કોમ્પ્યૂટર કોર્સિસ કોચિંગ ક્લાસિસના સંચાલકોમાં ફફડાટ 

શૈક્ષણિક ફીમા વધારા બાદ હોસ્ટેલ ફીમા પણ તગડો વધારો કરાયો હોવાની ફરિયાદો ઉઠી

ગૂજરાત વિદ્યાપીઠના સત્તાધીશો બદલાતાં સતત વિવાદ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફીમા વધારા બાદ હોસ્ટેલ ફીમા પણ તગડો વધારો કરાયો હોવાની ફરિયાદો ઉઠી છે. આ વચ્ચે નવો વિવાદ એવો સામે આવ્યો છે કે, વિદ્યાપીઠનુ દૈનિક શૈક્ષણિક કાર્ય શરૂ થાય એ પહેલા પરંપરા મુજબ થતી પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવામાં આવે છે. એટલુ જ નહી, તાજેતરમાં દરેક ધર્મને આવરી લેતી પ્રાર્થના ગાવાને લઈ એક અધ્યાપક દ્વારા ત્રણ વિદ્યાર્થિનીઓને જાહેરમાં ખખડાવવામાં આવી હતી. જેને લઈ વિદ્યાપીઠના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉપાસનાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને માગ કરી હતી કે, જાહેરમાં વિદ્યાર્થિનીઓનું અપમાન કરનાર અધ્યાપકે ખેદ વ્યક્ત કરવો જોઈએ અને ઉપાસનાનું સમગ્ર સંચાલન જે પહેલા વિદ્યાર્થીઓ કરતાં હતા એ મુજબ થવુ જોઈએ. એટલુ જ નહી, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ માટે તેમને મંચ પુરૂ પાડવામાં આવે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ATMમાંથી ટેકનિકલ છેડછાડ કરી બેન્ક પાસેથી લાખો રૂપિયા પડાવનાર પકડાયો 

અકળાયેલા વિદ્યાર્થીઓએ ગાંધી ચિધ્યામાર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો

વિદ્યાર્થીઓ પાસેથી મળતી વિગતો મુજબ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના સમગ્ર સંચાલનની જવાબદારી ત્રણ અધ્યાપકોને આપવામાં આવી છે. આ અધ્યાપકો દ્વારા પોતાની મનમાની ચલાવી ઉપાસનામાં વિદ્યાર્થીઓને બોલવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ સિવાય ઈચ્છા મુજબ અધ્યાપકો પ્રાર્થનાને ટૂંકાવી તેઓ તેમની વાત રજૂ કરવા ઉભા થઈ જાય છે. આ સિવાય તાજેતરમાં ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા સર્વધર્મ પ્રાર્થના મંજુરી મેળવીને ગાવામાં આવી હોવા છતાં ત્રણ પૈકી એક અધ્યાપક દ્વારા વિદ્યાર્થિનીઓને જાહેરમાં ખખડાવવામાં આવી હતી. આ સંજોગોમાં વિદ્યાપીઠના જ એક મહિલા અધ્યાપક દ્વારા વિદ્યાર્થીઓનો પક્ષ લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. વિદ્યાપીઠના નવા શાસકો દ્વારા એક પછી એક નિયમો લાગુ કરતાં અકળાયેલા વિદ્યાર્થીઓએ ગાંધી ચિધ્યામાર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

Back to top button