અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રથમ દિવસે ફરિયાદોનો રાફડો ફાટ્યો

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું
  • ફરિયાદ નિવારણ વોર્ડ સભાના આયોજનના પહેલા જ દિવસે ફરિયાદોનો રાફડો ફાટ્યો
  • મોટાભાગની સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું

અમદાવાદ શહેર ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તરેલું શહેર છે. જેમાં અલગ અલગ વિસ્તારો આવેલા છે. જેની જુદી જુદી સમસ્યાઓ અને લોકો સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફરિયાદ નિવારણ વોર્ડ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં પ્રથમવખત વોર્ડ દીઠ ફરિયાદ નિવારણ સભા યોજવામાં આવી હતી. આ ફરિયાદ નિવારણ કેમ્પ 14 ઓગસ્ટ સુધી શહેરમાં તમામ એટલે કે કુલ 48 વોર્ડમાં યોજવામાં આવશે.

અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,5 ઓગસ્ટ એટલે કે ગઈકાલે AMC દ્વારા ફરિયાદ નિવારણ વોર્ડ સભા યોજવામાં આવી છે.જેમાં ફરિયાદ નિવારણ વોર્ડ સભામાં પ્રથમ દિવસે અંદાજીત 1861 ફરિયાદ મળી હતી. જે પૈકી 1523 ફરિયાદ સભા કાર્યક્રમમાં જ નિકાલ થયો હતો. અને હજુ 338 ફરિયાદ બાકી રહી છે. જે ફરિયાદનો નિકાલ સ્થળ પર ન થયો હોય તેવી ફરિયાદનો નિકાલ આગામી 35 દિવસમાં કરી નાગરીકને જાણ કરવાની રહેશે.

જાણો ક્યાં કેટલી ફરિયાદો મળી
AMCદ્વારા ફરિયાદ નિવારણ વોર્ડ સભા અંગે આપેલી માહિતી મુજબ સાબરમતી વોર્ડમાં 278 ફરિયાદ પૈકી 237 સ્થળ પર નિકાલ અને 41 ફરિયાદ ચકાસમી માટે બાકી રહી છે. વાસણા વોર્ડમાં 238 ફરિયાદ પૈકી 211 ફરિયાદ નિકાલ કે જેમાં 27 ફરિયાદ ચકાણસી માટે બાકી છે.થલતેજ વોર્ડમાં 323 ફરિયાદ મળી જે પૈકી 192 ફરિયાદ નિકાલ અને 131 હજુ પેન્ડિંગ છે. જ્યારે વેજલપુર વોર્ડમાં 168 ફરિયાદ મળી જે પૈકી 149 નિકાલ થયો અને 19 ફરિયાદ બાકી છે. શાહિબાગ વોર્ડમાં 212 ફરિયાદ મળી જે પૈકી 195 ફરિયાદ નિકાલ થયો હતો. ઇન્ડિયા કોલોની વોર્ડમાં 210 ફરિયાદ સામે 164 સ્થળ પર નિકાલ થયો હતો અને 46 ફરિયાદ બાકી છે. વિરાટનગર વોર્ડમાં 144 ફરિયાદ પૈકી 124 સ્થળ પર નિકાલ અને 20 હજુ ફરિયાદ ચકાસણી માટે બાકી છે. મણીનગર વોર્ડમાં 288 ફરિયાદ પૈકી 251 ફરિયાદ નિકાલ અને 38 પેન્ડીગ રહી છે.

આ પ્રકારની ફરિયાદોના નિવારણ માટે સભા યોજાઈ
મહત્વનું છે કે,ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રોપર્ટી ટેક્સ, ગુમાસ્તાધારો અને વ્યવસાય વેરા સર્ટીફિકેટ વેગેર, ઇજનેર વિભાગ પાણી તથા ગટર અંગે રોડાના કામો, એસ્ટેટ વિભાગ – ગેરકાયદેસર અનઅધિકૃત બાંધકામ કે દબાણ , આરોગ્ય વિભાગ – જન્મ-મરણ સર્ટિફિકેટ pmjay(માં કાર્ડ) યુસીડી વિભાગ-પીએમ સ્વનિદી યોજના, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડોર ટુ ડોર યોજના, ડસ્ટબિન વિતરણ સંબધિત સેવાઓ અંગેની ફરિયાદો નિવારણ સારૂ ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ: CM જનતાની ફરિયાદો સાંભળશે

Back to top button