બનાસકાંઠા :વડગામના ફતેગઢના પરિવારે માતાની પુણ્યતિથિએ તિથી ભોજન આપ્યું
- શાળા, સહયોગ સેવા આશ્રમશાળા અને આંગણવાડીના ભૂલકાઓને ભોજન પીરસાયું
પાલનપુર : વડગામના એક ગામડામાં યુવકે પોતાની માતાની ૨૪મી પુણ્યતિથિના દિવસ નિમિત્તે ગામમાં આવેલી પ્રાથમિક શાળા તેમજ સહયોગ સેવા આશ્રમશાળા તથા આંગણવાડીના નાના ભૂલકાઓને તિથિ ભોજન આપ્યું હતું.
વડગામ તાલુકાના ફતેગઢ ગામના જગદીશભાઈ હેમાભાઇ પરમાર ના ધર્મપત્ની સ્વ. નાથીબેન જગદીશભાઈની 24મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગામમાં આવેલી પ્રાથમિક શાળા તથા સહયોગ સેવા આશ્રમશાળા તેમજ આંગણવાડી એક અને બે માં નાના ભૂલકાઓને તિથિ ભોજનમાં મીઠાઈ, સબ્જી, પુરી, દાળ, ભાત અને પાપડનું જમણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જગદીશભાઈ તેમના મોટા દીકરા રોનકભાઈ તેમના પત્ની મિતલબેન તેમની દીકરી ક્રિશા , પ્રદીપભાઈ, ચિરાગભાઈ દ્વારા સ્વ. નાથીબેનને આ 24 મી પુણ્યતિથિ નિમિત્તે બાળકોને ભોજન આપી પોતાના માતૃશ્રીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો : ભાવનગરનો શેત્રુંજી ડેમ છલોછલ, 100 ટકા ભરાતા હાઈએલર્ટ મેસેજ