વ્રતમાં ખાવા માટે બનાવો ટેસ્ટી ફ્રુટ રાયતું
ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. આ દરમિયાન ઘણા ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે. ઉપવાસ દરમિયાન ઘણી વખત શરીરમાં નબળાઈ અનુભવાય છે. તમારે આ પ્રકારની નબળાઈથી બચવું હોય તો વ્રત દરમ્યાન તમે આ ટેસ્ટી અને હેલ્ધી ફ્રુટ રાયતું બનાવીને ખાઈ શકો છો. આ રાયતું ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી અને એનર્જી જળવાઈ રહે છે. આ રાયતામાં સીઝનલ ફ્રુટ નો ઉપયોગ કરવામાં આવે છે જે તમને ઉપવાસ દરમિયાન એનર્જી પૂરી પાડે છે. સાથે જ આ રાયતું ટેસ્ટી પણ છે જે તમારી ઉપવાસની વાનગીઓનો સ્વાદ વધારે દેશે.
આ પણ વાંચો : ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે લીમડાનો રસ, શું છે કારણ?
ફ્રુટ રાયતુ બનાવવાની સામગ્રી
- દોઢ કપ તાજુ દહીં
- અડધું સફરજન
- એક ચમચી દાડમના દાણા
- બે ચમચી ખાંડ
- એક ચમચી શેકેલા જીરાનો પાવડર
- એક ચમચી ચાટ મસાલો
- ચપટી કાળા મરીનો પાવડર
- એક ચમચી ફુદીનાનો રસ
- સંચળ સ્વાદ અનુસાર
રાયતુ બનાવવાની રીત
રાયતુ બનાવવા માટે સૌથી પહેલા સફરજનને ધોઈ તેના બારીક ટુકડા કરવા. સફરજનના ટુકડા અને દાડમના દાણાને એક બાઉલમાં રાખો. હવે એક મોટા બાઉલમાં દહીં લઈને તેને બરાબર ફેટી લેવું. દહી તાજુ હોય અને ખાટું ન હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. દહીં બરાબર ફેટી લીધા પછી તેમાં ખાંડ ઉમેરો અને તેને બરાબર હલાવો જેથી ખાંડ બરાબર ઓગળી જાય. તેમજ તમે ખાંડની જગ્યાએ બુરુ ખાંડ પણ લઈ શકો છો. દહીંમાં ખાંડ ઓગળી જાય પછી તેમાં ફ્રુટ સહિતના મસાલા ઉમેરો. આ સાથે જ તૈયાર છે તમારું ટેસ્ટી ફ્રુટ રાયતું. આ રાયતું ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી અને એનર્જી જળવાઈ રહે છે. આ રાયતામાં સીઝનલ ફ્રુટનો ઉપયોગ કરવામાં આવે છે જે તમને ઉપવાસ દરમિયાન એનર્જી પૂરી પાડે છે.