સ્ટાફ સિલેક્શન કમીશને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની જગ્યાઓ માટે સંશોધિત નોટિફીકેશન જાહેર કર્યું છે. જે અંતર્ગત હવે 12,523 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક 10 પાસ ઉમેદવાર આયોગની ઓફિસિયલ વેબસાઈટ sss.nic.in પર જઈ 17 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોની પસંદગી લેખિત અને શારીરિક પરીક્ષાના આધારે કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન એપ્રિલમાં કરવામાં આવશે.
આ પણ વાંચો:ગુજરાત: પેપરકાંડના વિવાદ વચ્ચે GPSCએ ભરતી કેલેન્ડર જાહેર કર્યું, જાણો સમગ્ર માહિતી
વય મર્યાદા
કોન્સ્ટેબલની જગ્યા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વય ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હશે. જયારે અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારી નિયમોનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. એસસી/એસટી વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ જયારે ઓબીસી વર્ગના ઉમેદવારોને ૩ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે.
લાયકાત
ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડથી 10મુ પાસ હોવા જોઈએ. ઉમેદવારોએ 10માની પરીક્ષા 1 જાન્યુઆરી 202૩ પહેલા પાસ કરેલી હોવી જોઈએ.
આ પણ વાંચો:GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશ ખબર, સાત પરીક્ષા માટે જાહેર કરાયું કેલેન્ડર
પસંદગી પ્રક્રિયા
અરજી કરનાર ઉમેદવારની સૌથી પહેલા કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા 45-45 મિનીટના બે સત્રમાં થશે. પ્રથમ સત્રમાં ન્યુમેરિકલ, ગણિત, સમસ્યા-ઉકેલ, રીજનિંગના પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા સત્રમાં જનરલ અવેરનેસ અને ઈંગ્લીશ ભાષા તેમજ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા સત્રમાં નેગેટીવ માર્ક હશે જયારે પ્રથમ સત્રમાં નેગેટીવ માર્ક નહી હોય. હવે વર્ણનાત્મક (Descriptive) પેપર-2 હટાવી દેવામાં આવ્યું છે. બીજા સત્રમાં પ્રત્યેક ખોટા જવાબના 1 માર્ક કપાશે. પ્રથમ સત્ર 60 માર્કનું હશે જેમાં 20 પ્રશ્નો પૂછવામાં આવશે. જયારે બીજા સત્રમાં 75 માર્ક હશે જેમાં 25 પ્રશ્નો પૂછવામાં આવશે એટલે કે પ્રત્યેક પ્રશ્ન ૩ માર્કનો હશે.
હવાલદારની જગ્યા માટે ઉમેદવારની શારીરિક પરીક્ષા થશે
શારીરિક પરીક્ષાના માપદંડ
પુરુષની ઉંચાઈ – 157.5
મહિલાની ઉંચાઈ – 152 સેમી. અને ઓછામાં ઓછો 48 કિલો વજન
પુરુષની છાતી – 81 સેમી.
હવાલદાર માટે શારીરિક પરીક્ષામાં પુરુષ ઉમેદવારે 15 મિનીટમાં 1600 મીટર ચાલવું પડશે
મહિલાઓએ 20 મિનીટમાં 1 કિમીની રેસ પૂરી કરવી પડશે
આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેનનું નિવેદન
અરજી ફી
ભરતી પ્રક્રિયામાં અરજી કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવી પડશે જયારે મહિલા ઉમેદવારો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), વિકલાંગ વ્યક્તિઓ (PwD) અને ભૂતપૂર્વ સૈનિક (ESM)ને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આવી રીતે કરી શકશો અરજી
*ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ (sss.nic.in) પર જઈ શકે છે કારણકે બીજા કોઈ માધ્યમથી અરજી કરી શકશો નહી.
*રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક www.ssc.nic.in કરો.
*બધી જ જરૂરી વિગતો ભરો.
*એકવાર 100 રૂપિયા ફી ભરો. પછી આખી અરજી પ્રક્રિયા જોઇલો કે તમે સાચી રીતે અરજી કરી છે કે નહી.
*ફી ભરવા માટે BHIM UPI, નેટ બેન્કિંગ, વિઝા, માસ્ટર કાર્ડ, મેસ્ટ્રો, રૂપી કાર્ડ કે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઈનથી કરી શકો છો.
આ પણ વાંચો:GPSC દ્વારા 26 ફેબ્રુઆરીએ લેવાનાર મદદનીશ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા મોકૂફ