ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: પેપરકાંડના વિવાદ વચ્ચે GPSCએ ભરતી કેલેન્ડર જાહેર કર્યું, જાણો સમગ્ર માહિતી

Text To Speech

પેપર કાંડના વિવાદ વચ્ચે GPSCએ આગામી એક વર્ષ માટે નવું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં મે 2023થી ડિસેમ્બર 2023 સુધીનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. તેમાં વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ પર ભરતી થશે. તેમજ મેડિકલમાં જુદી જુદી 150થી વધુ જગ્યાની ભરતી થશે. રાજ્યમાં હાલ પેપરલીક કાંડ મુદ્દો ચર્ચામાં છે. રવિવારે યોજાનારી પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપરકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો

ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સહિતની વિગતો આપવામાં આવી

ઉલ્લેકનીય છે કે 2018માં જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત થઈ હતી, જે આજ સુધી પૂરી થઈ શકી નથી. ત્યારે હવે જુનિયર ક્લાર્કની પરીક્ષા ન આપી શકનારા ઉમેદવારોના ઘા પર GPSCએ મલમ લગાડ્યો હોય તેમ 2023નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં GPSC દ્વારા મે 2023થી લઈને ડિસેમ્બર 2023 સુધીમાં ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ ભરતી કેલેન્ડરમાં ક્લાસ 1, 2 અને 3ની વિવિધ પોસ્ટ માટે કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે, તેની જાહેરાત ક્યારે બહાર પાડવામાં આવશે તેની પ્રાથમિક કસોટી, અને તેના પરિણામ અને ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સહિતની વિગતો આપવામાં આવી છે.

આ પણ વાંચો: પોલીસ અધિકારી અને પીડિતા બન્ને મહિલાઓની નિડરતાને કારણે આસારામને મળી “સજા એ કાલા પાની”

પરીક્ષાનું પરિણામ અંદાજે ફેબ્રુઆરી 2024 સુધીમાં જાહેર થશે

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ -1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે કુલ 100 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેની જાહેરાત 15/08/2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. કે જેની પ્રાથમિક કસોટીની અંદાજે 5 નવેમ્બર 2023ના રોજ યોજાશે. આ પરીક્ષાનું પરિણામ અંદાજે ફેબ્રુઆરી 2024 સુધીમાં જાહેર થશે.

Back to top button