અમદાવાદએજ્યુકેશનગુજરાત

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 43 કોર્ષ શરૂ કરાશે, આ કોર્ષ માત્ર ગ્રાન્ટેડ કોલેજોમાં જ ચાલશે

અમદાવાદ, 08 જૂન 2024, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ કોલેજમાં હવે સ્કીલ બેઝ કોર્સ આગામી સત્રથી શરૂ કરાશે. જેમાં વિદ્યાર્થીઓને 40થી લઈને 120 ક્રેડિટ પોઇન્ટ મળશે. દેશભરમાં નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરવામા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીમાં જોબ મળે અને ઇન્ડસ્ટ્રીને ટ્રેઈન્ડ વિદ્યાર્થી મળે તે પ્રકારના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. ગ્રાન્ટેડ કોલેજમાં સ્કૂલ બેઝ 43 જેટલા કોર્ષ ચાલુ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસની સાથે ભણી શકશે.આ માટે ગુજરાત યુનિવર્સિટી અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ કરવામા આવ્યા છે. જેનાથી વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી આધારીત નોલેજ મળી રહેશે.

વિદ્યાર્થીઓ સર્ટીફિકેટ કોર્સ અથવા તો 9 મહિનાના ડિપ્લોમા કોર્સ કરી શકશે
વિદ્યાર્થી જ્યારે ગ્રેજ્યુએટ થાય છે ત્યારે તેને ઇન્ડસ્ટ્રીનુ નોલેજ હોવુ આવશ્યક છે.આગામી સત્રથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ, બીએ સહિતના કોર્સની સાથે સાથે સર્ટિફિકેટ અને ડિપ્લોમાં કોર્સ પણ વિદ્યાર્થીઓ કરી શકશે. ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડને ધ્યાનમાં રાખતા ગુજરાત યુનિવર્સિટી ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય ઘટકો સાથે મળીને કોમ્પ્યુટર, આઇટી, મેન્ટલ હેલ્થ, ક્રિએટિવ, મેનેજમેન્ટ,ફોરેન લેન્ગવેજ, એચઆર, મીડિયા, ટેક્સેશન સહિતના 43 કોર્સ શરૂ કરાશે.જેમાં વિદ્યાર્થીઓ એક થી ચાર સેમેસ્ટરમાં આ પ્રકારના કોર્ષ કરી શકશે. વિદ્યાર્થીઓ સર્ટીફિકેટ કોર્સ અથવા તો 9 મહિનાના ડિપ્લોમા કોર્સ કરી શકશે જેમાં સર્ટીફિકેટ કોર્સ માટે વિદ્યાર્થીઓને 40 જ્યારે ડિપ્લોમાં કોર્સ માટે 90થી 120 ક્રેડીટ મળશે.

વિદ્યાર્થી વધુમાં વધુ બે ડિપ્લોમા કોર્ષ કરી શકશે
આ કોર્ષ ચાલુ કરવાના બે હેતુ છે. ગ્રાન્ટેડ કોલેજ બંધ થઈ રહી છે જેથી ગ્રાન્ટેડ કોલેજ પણ આ પ્રકારના કોર્ષ શરૂ કરી ફી લઈ શકે તથા નવી એજ્યુકેશન પોલિસીમાં પણ સ્કૂલ બેઝ અભ્યાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કોર્ષ માત્ર ગ્રાન્ટેડ કોલેજમાં જ ચાલશે. પ્રથમ ચાર સેમેસ્ટર દરમિયાન જ વિદ્યાર્થી વધુમાં વધુ ચાર સર્ટિફિકેટ કોર્ષ કરી શકશે અથવા વધુમાં વધુ બે ડિપ્લોમા કોર્ષ કરી શકશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે,રેગ્યુલર કોર્ષની સાથે આ કોર્ષ નહીં ચલાવાય. ઇન્ડસ્ટ્રી જ કોર્ષ ચલાવાવની હોવાને કારણે કોલેજ સમય ઉપરાંત અથવા તો શનિવાર અને રવિવારના રોજ આ કોર્સ ચાલશે. NEP મુજબ વિદ્યાર્થીઓ 4થી 5 સેમેસ્ટર વચ્ચે ઇન્ટર્નશીપ પણ કરવાની હોય છે. વિદ્યાર્થીઓ આ કોર્ષ કરશે તો તેઓ ઇન્ટર્નશિપ પણ કરશે.

આ પણ વાંચોઃગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GCASની રચના

Back to top button